<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

જિલ્લા કલેકટર, લોધીકા મામલતદારને વડી અને સર્વોચ્‍ચ અદાલતના કન્‍ટેમ્‍પ્‍ટ ઓફ કોર્ટની નોટિસ

લોધિકાના પાળની જમીન સરકારમાં દાખલ કરવાના કલેકટરના હુકમ સામે : ઉચ્‍ચ અદાલતોનો આદેશ માત્ર રૈયા સર્વે નંબર ૨૫૦ ની જમીન સંદર્ભે હતો, કલેકટરે મનઘડંત અર્થઘટન કર્યાનો આક્ષેપ

 

રાજકોટ તા.૫:  લોધીકા તાલુકાના પાળ દરબાર તરીકે ઓળખાતા હરિヘંદ્રસિંહ બી. જાડેજાની જુદા જુદા ગામોના સર્વે નંબરોમાં આવેલી અબજો રૂપિયાની કિંમતી જમીનો પૈકી પાળ ગામે આવેલ જમીનો સંદર્ભે રાજકોટ જિલ્લા કલેકટરે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશ કર્યો હોવાના અર્થઘટન સાથે આ જમીન સરકારમાં દાખલ કરવા અને રેવન્‍યુ રેકર્ડમાં તેની નોંધ દાખલ કરવાના કરેલા હુકમ સામે પાળ દરબાર અને વારસ દરજજે અમરસિંહ હરિヘંદ્રસિંહ જાડેજાએ જિલ્લા કલેકટરના આ હુકમને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશનું મનઘડંત અર્થઘટન તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશની અવહેલના સમાન ગણાવી કન્‍ટેમ્‍પ્‍ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારવા ઉપરાંત આ બાબતે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટને પણ જાણ કરવા તજવીજ હાથ ધરાઈ હતી.

પાળ દરબાર અને વારસ અમરસિંહ હરિヘંદ્રસિંહ જાડેજા વગેરે વતી જિલ્લા કલેક્‍ટર અને લોધીકા મામલતદારને આપવામાં આવેલી નોટિસમાં એવા મતલબનો દાવો કરવામાં આવ્‍યો છે કે, ખરેખર સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટનો  સરકારમાં દાખલ કરવાનો આદેશ ફક્‍ત રાજકોટના રૈયા ગામ મુકામે આવેલ રે.સ.નં. ૨૫૦ની જમીન બાબતે હતો. તેમાં નકુલન એસ. પનીકર વિરૂધ્‍ધ કાતીલાલ અંબાલાલ પટેલ વચ્‍ચેનો વિવાદ પહોંચતા ગુજરાત હાઈકોર્ટે  ફર્સ્‍ટ અપીલ તથા અન્‍ય અપીલમાં સંયુક્‍ત રીતે હુકમ ફરમાવી રૈયાના રે.સ.નં ર૫૦ની જમીન એકર ૧૯૮-૩૯ બાબતે એક કમિટી રચવા આદેશ કરેલ, જેમાં હાઈકોર્ટના રજિસ્‍ટ્રાર, રાજકોટ તાલુકા મામલતદાર તથા રાજકોટ ડિસ્‍ટ્રિકટ કોર્ટના જવાબદાર અધિકારીને રૈયાના રે.સ. નં.૨૫૦ની જમીનનો કબ્‍જો રિસિવર તરીકે કમિટીને સોંપવા આદેશ કરેલ. આ આદેશ ફક્‍ત રૈયાના રે.સ.નં. ૨૫૦ પુરતો જ છે. તેમાં પાળ દરબારની અન્‍ય કોઈ ખેતી જમીન બાબતે ઉપરોકત કમિટીને કબ્‍જો સોંપવો તેવો કોઈ આદેશ ન હોવા છતાં રાજકોટ જિલ્લા કલેકટરે ગુજરાત હાઈકોર્ટે કે સુપ્રીમ કોર્ટે પાળની જગ્‍યા બાબતે કરેલ ઉપરોકત કાર્યવાહીના આદેશને  ઉચ્‍ચ અદાલતોના આદેશનું વિકળત અર્થઘટન કર્યું હોવાનું જણાવ્‍યું છે. હાઈકોર્ટે કયારેય પાળ ગામની જમીનના કબ્‍જાનો કમીટીને સોંપવા હુકમ કરેલ નથી, તેમ છતાં હાઈકોર્ટના ફર્સ્‍ટ અપીલના કામે તા. ૧૮/ ૭/ ૧૨ના હુકમથી નિયત થયેલ કમિટીને સોંપવા અને રેવન્‍યુ રેકર્ડમાં નોંધ દાખલ કરવા મોકલ્‍યાની નોટિસ મળી હતી, આ અનુસંધાને પાળ દરબારના અમરસિંહ હરિヘંદ્રસિંહ જાડેજા સહિતના વારસો વતી લોધીકા મામલતદાર તેમજ જિલ્લા કલેકટરને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કન્‍ટેમ્‍પ્‍ટ ઓફ કોર્ટની નોટિસ આપવા ઉપરાંત ઉચ્‍ચ અને વડી અદાલતમાં આ બાબતે જાણ કરવા તજવીજ હાથ ધરાઈ હતી. આ કામમાં હાલના અરજદારો વતી એડવોકેટ દરજજે વિકાસ કે. શેઠ, અલ્‍પા શેઠ, પ્રકાશ બેડવા, ફાતેમા ભારમલ વિગેરે રોકાયા છે.

(4:17 PM IST)