તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
કાલે રામનવમીએ હિન્દુ રાષ્ટ્રીય પ્રવાસી મંચ દ્વારા કોઠારીયા ગામે શોભાયાત્રા

રાજકોટઃ આવતીકાલે રામનવમી છે આ નિમિતે શહેરભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. ત્યારે હિન્દુ રાષ્ટ્રીય પ્રવાસી મંચ દ્વારા કાલે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
કોઠારીયા ગામ સ્થિત પંચનાથ મહાદેવ મંદિરેથી સવારે ૮:૩૦ વાગ્યે શોભાયાત્રાનો પ્રારંભ થશે. જે રાધીકા રેસીડેન્સી, શિતલાધાર, રસુલપરા, ગુલાબનગર, સહિતના વિસ્તારોમાં ફરી હનુમાન મંદિર શેરી નં. ર ખાતે સમાપન થશે. જયાં ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ હોવાનું જણાવાયું છે. તસ્વીરમાં હિન્દુ રાષ્ટ્રીયમંચના શૈલેન્દ્રસિંઘ, નવીન દુબે અને વિરેન્દ્ર ચૌહાણ નજરે પડે છે.
(3:41 PM IST)










