<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

કાલે ભાજપનો સ્‍થાપના દિવસઃ રાષ્‍ટ્રહિતને સમર્પિત વિચારધારાની ૪૫ વર્ષની અખંડ એકતા યાત્રાઃ રાજુભાઈ ધ્રુવ

સાંસ્‍કૃતિક રાષ્‍ટ્રવાદ, મજબૂત લોકતંત્ર, એકાત્‍મક માનવદર્શન,અંત્‍યોદય,મૂલ્‍યનિષ્ઠ રાજનીતિ ભાજપની મૂળ વિચારધારા : સ્‍થાપકો ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જી-પં.દીનદયાળ ઉપાધ્‍યાયથી શ્રી અટલજી-શ્રી અડવાણીજી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી સુધીના સમર્થ નેતાઓ અને કાર્યકરોના સંકલ્‍પબળથી ભાજપ આજે વૈશ્વિક ઓળખ સાથે ચાહના ધરાવે છેઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ આવતીકાલે  ૬ એપ્રિલના રોજ દેશ  અને વિશ્વ ના સૌથી મોટા  લોકતાંત્રિક રાજકીય પક્ષ ભારતીય જનતા પક્ષ- ભાજપનો સ્‍થાપના દિવસ છે અને આ નિમિત્તે સૌરાષ્‍ટ્ર ભાજપના પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવે પક્ષની વણથંભી અખંડ એકતા યાત્રામાં પોતાનું યથા યોગ્‍ય પ્રદાન આપનારા પક્ષના નાના મોટા તમામ શ્રેણીના કાર્યકરો અને ઘડવૈયાઓ-શિલ્‍પીઓ-માર્ગદર્શકોને વંદન સહ અભિનંદન સાથે શુભેચ્‍છાઓ આપી છે. તેમણે કહ્યું છે કે, ૬ એપ્રિલ ,૧૯૮૦ (૨૧ મી ઓક્‍ટોબર ૧૯૫૧ ભારતીય જનસંઘ એટલે કે આજ ના ભાજપ નું પૂર્વ સ્‍વરૂપ) ના રોજ સ્‍થપાયેલાં ભારતીય જનતા પક્ષ ને ૪૫ (જનસંઘ-ભાજપના સંયુક્‍ત ૭૫ કરતા વધુ વર્ષ ) વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. દેશ ની એકતા અને અખંડિતતા સાથે પ્રખર રાષ્‍ટ્રવાદી સમર્પિત સક્ષમ નેતળત્‍વ અને સમર્પિત કાર્યકર્તાઓના સંકલ્‍પબળ દ્વારા વિચાર, વિકાસ અને વિશ્વાસ થકી ભાજપે આજે ભારતને વૈશ્વિક સ્‍તર પર સન્‍માન સાથે વધુ મજબૂત સ્‍થાન અપાવ્‍યું છે.

સ્‍થાપના સમય થી આજ સુધીના ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષશ્રીઓનો યશસ્‍વી કાર્યકાળ નીચે મુજબ છે.

૧. અટલ બિહારી વાજપેયી ૧૯૮૦ થી ૧૯૮૬ સુધી, ૨. શ્રી લાલકળષ્‍ણ અડવાણી ૧૯૮૬ થી ૧૯૯૦ સુધી, ૩.શ્રી મુરલી મનોહર જોષી ૧૯૯૦થી ૧૯૯૨ સુધી, ૪.શ્રી લાલકળષ્‍ણ અડવાણી ૧૯૯૨ થી ૧૯૯૮ સુધી, ૫.શ્રી કુશાભાઈ ઠાકરે ૧૯૯૮ થી ૨૦૦૦ સુધી, ૬.શ્રી બાંગારૂ લક્ષ્મણ ૨૦૦૦ થી ૨૦૦૧ સુધી, ૭.શ્રી કે.જનાકળષ્‍ણ મુર્તિ ૨૦૦૧ થી ૨૦૦૨ સુધી, ૮.શ્રી એમ. વેંકયાનાયડુ ૨૦૦૨ થી ૨૦૦૪ સુધી, ૯.શ્રી લાલકળષ્‍ણ અડવાણી ૨૦૦૪ થી ૨૦૦૫ સુધી, ૧૦.શ્રી રાજનાથસિંહ ૨૦૦૫ થી ૨૦૦૯ સુધી, ૧૧.શ્રી નિતિન ગડકરી ૨૦૦૯ થી ૨૦૧૩ સુધી, ૧૨.શ્રી રાજનાથસિંહ ૨૦૧૩ થી ૨૦૧૪ સુધી, ૧૩.શ્રી અમિતભાઈ શાહ ૨૦૧૪ થી ૨૦૨૦, ૧૪.શ્રી જગત પકાશ નડ્ડા-૨૦ જાન્‍યઆરી ૨૦૨૦ થી ૨૦૨૪ સુધી

જનસંઘ તથા ભારતીય જનતા પાટીનો સંસદીય ઈતિહાસ કયારેક અન્‍ય પક્ષો સાથે જોડાણ પણ કરેલ. પક્ષ ની પ્રગતિનો ગ્રાફ આ મુજબનો રહ્યો છે.

વર્ષ             મેળવેલ બેઠક

૧૯૫૨      ૩

૧૯૫૭      ૪

૧૯૬૨       ૧૪

૧૯૬૭      ૩૫

૧૯૭૧      ૨૨

૧૯૭૭      ૯૫

૧૯૮૦      ૩૧

૧૯૮૪      ૦૨

૧૯૮૯      ૯૬

૧૯૯૧       ૧૨૭

૧૯૯૬      ૧૬૧

૧૯૯૮      ૧૮૨

૧૯૯૯      ૧૮૨

૨૦૦૪      ૧૩૮

૨૦૦૯      ૧૧૬

૨૦૧૪      ૨૮૨

૨૦૧૯      ૩૦૩

૨૦૨૪      ૨૪૧

તેમણે કહ્યું છે કે, આઝાદી બાદ સમગ્ર ભારત જ્‍યારે વિદેશી વિચારધારા અને પヘમિી ઝાકઝમાળથી પ્રભાવિત કોંગ્રેસી શાસકો ની હિન્‍દૂહિત વિરોધી માનસિકતા વચ્‍ચે ઘેરાયેલું હતું, એવા સમયે પ્રખર -પ્રચંડ રાષ્‍ટ્રવાદી દેશની એકતા અને અખંડિતતાના ઉપાસક ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જીને દેશમાં વિશાળ હિન્‍દૂ પ્રજા ને થતા અન્‍યાય અને  અન્‍ય સમાજને થતા તુષ્ટિકરણના કારણે  હિંદુત્‍વવાદી રાજકીય પાર્ટીની જરૂરિયાત જણાતાં ૨૧ ઓક્‍ટોબર,૧૯૫૧ના રોજ એમણે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ ના દ્વિતીય સરસંઘચાલક આદરણીય શ્રી ગુરુજી-શ્રી માધવરાવ સદાશિવરાવ ગોલવલકરજીના ઐતિહાસિક અને ક્રાંતિકારી મુખ્‍ય સહયોગ સાથે ભારતીય જનસંઘની સ્‍થાપના કરી; જેણે આગળ જતાં રાષ્‍ટ્રને પં.દીનદયાલ ઉપાધ્‍યાય, અટલબિહારી બાજપેયી,લાલકળષ્‍ણ અડવાણી ,ભાઈ મહાવીરજી, નાનાજી દેશમુખ સહિત અનેક   મૂલ્‍યનિષ્ઠ-કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ રાષ્‍ટ્રભક્‍તો આપ્‍યા.

રાજુભાઈ ધ્રુવના જણાવ્‍યા અનુસાર, જનસંઘથી ભાજપની યાત્રાએ ત્રણ સ્‍પષ્ટ બાબતો સ્‍થાપિત કરી. પ્રથમ, તે વિચારધારા અને આદર્શવાદ એક વિશિષ્ટ પરિબળ તરીકે સુસંગત રહે છે  ભૂતકાળ માં કોંગ્રેસી શાસન સમયે હિંદુ વિશે કે હિન્‍દૂ ધર્મને થતા અન્‍યાયની વાત કરવી એ પાપ અને હીન ગણાતું હતું .હવે ભાજપના શાસનમાં  હિંદુ બહુમતી સમુદાયના હિતની રક્ષા કરવાની વાત કરવી એ હવે પાપ નથી. અન્‍યથા હિંદુ શબ્‍દ ઉચ્‍ચારવામાં શરમાતા વિવિધ રાજકીય પક્ષો અને તેના નેતાઓ  આજે હિન્‍દૂ સમાજ અને  તેના પ્રતીકો હિન્‍દૂ પ્રજા અને હિન્‍દૂ ધર્મસ્‍થળો પ્રત્‍યેનો આદર દર્શાવવામાં એકબીજા સાથે સ્‍પર્ધા કરી રહ્યા છે. અમુક પક્ષો અને નેતાઓ ને બાદ કરતાં હવે વંદે માતરમ અને ભારતમાતા ની જય બોલવા માં લોકો ને સંકોચ થતો નથી તે દેશભક્‍તો રાષ્‍ટ્રવાદીઓ પ્રભાજપની સિદ્ધિ છે.ભારતમાં  ભારતીય જનસંઘથી ભાજપની યાત્રાએ લોકતાંત્રિક મૂલ્‍યો ધરાવતા કાર્યકર્તાઓ ની  કેડર નિર્માણનું મહત્‍વ પુનઃસ્‍થાપિત કર્યું.ભાજપે તેની પોતાની કાર્યપ્રણાલી દ્વારા બતાવ્‍યું છે કે પક્ષ સંગઠનોને પણ પદ્ધતિસર સિદ્ધાંતો મૂલ્‍યો ના સંવર્ધન સાથે કેળવી શકાય છે. ત્રીજું જનસંઘના દિવસોથી જ, ભાજપ  પ્રજા-દેશહિત માટે તથા દેશ ની એકતા અને અખંડિતતા જાળવવા પક્ષ સુધારાવાદી  નીતિઓ સિદ્ધાંતોને અપનાવવા અગ્રેસર રહ્યો છે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.(૪૦.૨૨)

 

(3:42 PM IST)