તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
જૈન વિઝન દ્વારા બહેનો માટે કુકિંગ સ્પર્ધા યોજાઇઃ ૨૦૦ બહેનોએ ભાગ લીધો
મહાવિર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત આયોજન દાદીમાની વાનગીઓ અને ઇન્ટરનેશનલ વાનગીની કેટેગરીમાં ૭ બહેનો વિજેતા

રાજકોટઃ તા.પ, મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવ અવસર અંતર્ગત સામાજિક સંસ્થા જૈન વિઝન ગ્રુપની વિમન્સ વિંગ દ્વારા ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર શેઠ ઉપાશ્રય ખાતે કુકિંગ કોમ્પિટિશન યોજાઈ હતી. આ સ્પર્ધા અંતર્ગત દાદીમાની વિસરાતી વાનગીઓ અને ઇન્ટરનેશનલ ફૂડ ની કેટેગરી રાખવામાં આવી હતી અને ૨૦૦ જેટલા બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સ્પર્ધક બહેનો દ્વારા ૮૦ જેટલી જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવી હતી. અને તેમાં વિજેતા થયેલા બહેનોને ઇનામો આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ, દીપાબેન જયેશભાઈ શાહ(સોનમ કલોક),વોઇસ ઓફ ડે‘‘નાં ડાયરેક્ટર મીરાબેન દોશી મણીયાર,શેઠ ઉપાશ્રયનાં મંત્રી નયનાબેન મોદી,રિદ્ધિ પારેખ,રત્નાબેન જૈન, સોનલબેન ગઢીયા ,સંગીતાબેન શાહ અને મિતલબેન વોરા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્પર્ધામાં ઈલાબા પરમાર, વિશ્વા કામદાર,રીપા ધુલીયા , ખ્યાતિ કુંડલીયા,સંગીતાબેન વોરા,મીરાબેન અને હિરલ ગાથાણી વિજેતા બન્યા હતા.આ કાર્યક્રમમાં જજ તરીકે જાણીતા શેફ સ્મિથ સાગરે સેવા આપી હતી.
આ પ્રસંગે મેગા હાઉઝી નું આયોજન પ્રીતિબેન અજમેરા દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જૈન વિઝન મિલન કોઠારીના માર્ગદર્શન હેઠળ મહિલા વિગના અમીષાબેન દેસાઈ જલ્પાબેન પતિરા, પ્રીતિબેન અજમેરા, ભાવુબેન દોશી, રીટાબેન, જાગૃતીબેન દોમડીયા, અંકિતાબેન, ભાવિકાબેન, હેમાબેન વોરા, નમ્રતાબેન કામદાર, મનીષાબેન શેઠ, ઉષાબેન પારેખ, હેમાલીબેન દોશી, જાગૃતીબેન શેઠ, વગેરેએ જહેમત ઉઠાવી હતી.
(3:59 PM IST)










