News of Saturday, 5th April 2025
રાજકોટમાં આજે-કાલે એક અનોખી ચેરીટી ક્રિકેટ ટુર્નામેન્ટ રન અને વિકેટ મુજબ થશે સેવા કાર્યોઃ કુલ ર૦ ટીમો
બિઝનેશ નેટવર્ક ઇન્ટરનેશનલ રાજકોટના સભ્યો ફટકારશે ચોગ્ગા-છગ્ગાઃ દરેક ટીમમાં બે મહીલાઓ ફરજીયાતઃ બિઝનેશ ટાઇકુન ગૃપનું આયોજન

રાજકોટઃ આઇપીએલ ક્રિકેટની મૌસમ વચ્ચે આજથી રાજકોટના આંગણે અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. સામાન્ય રીતે એન્ટરટેઇન્મેન્ટ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતી હોય છે પરંતુ રાજકોટના બિઝનેસ ટાઈકુન ગ્રુપ બીએનઆઈ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે તબીબો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઉદ્યોગપતિ, વકીલો સહિત અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલ લોકોની ૨૦ ટીમો વચ્ચે આજે અને કાલે એમ બે દિવસ સુધી ક્રિકેટમેચ રમાશે જેમાં ચોગ્ગા- છગ્ગા, વિકેટ અને ખાલી જનારા પ્રત્યેક બોલ મુજબ સમાજ માટે કઈ ને કઈ ચેરિટી થશે.
બીએનઆઈ એટલે કે બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ જે વિશ્વના ૭૮ દેશોમા ફેલાયેલ બિઝનેસમેન, સીએ, તબીબો, ઉદ્યોગપતિ, અને અન્ય સ્વતંત્ર બિઝનેસ કરતા વ્યક્તિઓનું ગ્રુપ છે. બીએનઆઈ રાજકોટમા અંદાજે ૬૫૦ જેટલા વ્યાવસાયિકો જોડાયેલા છે જેમાં ૧૪ ચેપ્ટર કાર્યરત છે. આજથી બીએનઆઈ અથર્વ ગ્રુપ દ્વારા સંચાલિત રાજકોટના આંગણે અનોખી બે દિવસીય ચેરિટી ક્રિકેટ મેચ યોજવા જઈ રહી છે જેમાં ૨૦ ટીમો ભાગ લેશે, દરેક ટીમમાં બે - બે મહિલા પ્લેયર ફરજિયાત કરાયા છે.બીએનઆઈ અથર્વ રાજકોટના સભ્યોએ જણાવ્યું હતું કે, આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણની જાળવણીના ઉમદા ધ્યેય સાથે આ અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રત્યેક મેચમા ફેંકાયેલ એક એક બોલ કોઈને કોઈ સમાજ ઉપયોગી કાર્ય માટે નિમિત્ત બનશે, ટુર્નામેન્ટમાં જેટલા બોલ ખાલી જશે તેટલા વળક્ષ વવાશે બીએનઆઈ અથર્વ આયોજિત આ અનોખી ક્રિકેટ ટુર્નામનેટમાં જેટલા બોલ ખાલી જશે તેટલા વળક્ષ વાવવા માટેનો સભ્યોએ સંકલ્પ કર્યો છે. જેથી મેચના ખાલી બોલ પર્યાવરણના જતન માટે નિમિત્ત બનશે.
બહેનો જેટલી વિકેટ લેશે તેટલી દિકરીઓનો શિક્ષણ ખર્ચ ઉઠાવવામાં આવશે.રાજકોટના કાલાવડ રોડ ઉપર રમાનાર બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૨૦ ટીમો વચ્ચે ક્રિકેટ જંગ ખેલાશે જેમાં દરેક ટીમમાં બે મહિલા ખેલાડીઓ સામેલ કરાયા છે જેઓને બોલિંગ કરવી ફરજીયાત છે. બોલિંગ દરમિયાન બહેનો જેટલી વિકેટ લેશે તેટલી જરૂરિયાતમંદ દીકરીઓનો આખા વર્ષનો શિક્ષણ ખર્ચ બીએનઆઈ ઉઠાવશે. ફાઇનલમાં બન્ને ટીમો જેટલા રન કરશે તેટલા જરૂરતમંદ લોકોનું હેલ્થચેકઅપ કરી અપાશેબીએનઆઈ રાજકોટ ગ્રુપ દ્વારા આયોજિતટુર્નામેન્ટમા ફાઇનલ મુકાબલામા જે બે ટીમો વચ્ચે મેચ રમાશે તેમા બન્ને ટીમના કુલ જેટલા રન થયા હશે તે મુજબ જરૂરતમંદ દર્દીઓના સંપૂર્ણ આરોગ્યની ચકાસણી કરી તેઓને તબીબી ખર્ચમાં પણ બીએનઆઈ અથર્વ મદદરુપ બનશે.ત્રણ મુખ્ય બિઝનેસમેન દાતાઓ સમગ્ર ટુર્નામેન્ટનો ખર્ચ ઉઠાવશે.
બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં લક્ઝરીયા પેઇન્ટના સાગર તોગડીયા અને યશ અજાણી, ત્વરિત એનર્જી સોલારના મિત ચાપાણી અને જય પટેલ તેમજ ઓટોમાઇઝ સ્પાઈસીઝ ગ્રુપના કમલેશભાઈ ભુવાનો સહયોગ મળ્યાનું જણાવાયું છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
(4:19 PM IST)










