News of Saturday, 5th April 2025
રામનવમી-મહાવીર જયંતીએ કતલખાનાઓ-માંસ-મટનના વેચાણ પરનો પ્રતિબંધ ચુસ્તપણે અમલી કરાવોઃ રજુઆત

રાજકોટ : મનપા દ્વારા આગામી રામનવમી અને મહાવીર જયંતિ ના પાવન પર્વ નિમિત્તે કતલખાનાઓ, માંસ, મટન, ચિકન અને મચ્છી વગેરેના વેચાણ કે સંગ્રહ પર પ્રતિબંધ મૂકવા માટે અને આ તેહવારોના દિવસે મનપાનાં જાહેરનામાનો ભંગ ન થાય તે અનુસંધાને રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને હિન્દ રક્ષ સંઘ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં હિન્દ રક્ષક સંઘ નાં રાષ્ટ્રીય અધ્યક્ષા ડો. સીમાબેન પટેલ, ગુજરાત સચિવ કેતનભાઇ સંઘવી, સૌરાષ્ટ્ર પ્રાંત એડવોકેટ સેલ મહા સચિવ એડવોકેટ ત્રિવેણીબેન રાઠોડ, હનુમંત સેનાનાં રાજકોટ શહેર ઉપાધ્યક્ષ વિશાલભાઈ કવા, દુર્ગાસેનાનાં રાજકોટ જિલ્લા ઉપાધ્યક્ષ શ્રીમતી હંસાબેન વાળા, હનુમંત સેના રાજકોટ શહેર મહાસચિવ ભૌદીપભાઈ આગેચા તેમજ શ્રીમતી સોનલબેન વાછાણી, શ્રીમતી માલતીબેન ચાવડા, શ્રી મુકેશભાઈ જડુ, શ્રી આયુષભાઈ વાળા, શ્રી વિજયભાઈ, મહાવીર ભાઈ જૈન શૈલેષભાઈ શાહ રાજુભાઈ જોગરાણા શ્રી ભરતભાઈ આહિર તેમજ મોટી સંખ્યામાં હિન્દ રક્ષક સંઘના કાર્યકરો તેમજ સનાતનીઓ ઉપસ્થિત રહ્યા હતા. એમ સંસ્થાની એક યાદીમાં જણાવેલ છે.
(4:00 PM IST)










