<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

રંગોલી પાર્ક હાઉસીંગ બોર્ડમાં પીવાના પાણીની હાડમારીઃ મુખ્‍યમંત્રીને રજુઆત

 

રાજકોટઃ તા.૫: શહેરના કાલાવડ રોડ સ્‍થિત રંગોલી પાર્ક હાઉસીંગ બોર્ડ સોસાયટીના રહેવાસીઓ દ્વારા અવાર-નવાર રજુઆત કરવા છતા ૧૧૬૪ જેટલા પરિવારો પીવાના પાણી માટે તરસી રહયા છે.

મનપામાં વારંવાર લેખીત-મોૈખીક જાણ કરવા છતા તંત્રના અધિકારીઓ દ્વારા જવાબદારીની ફેંકાફેકી  કરવામાં આવતા અહીંના રહેવાસી પાણી માટે હાલાકી ભોગવી રહયા છે. સોસાયટીની હિતરક્ષક સમિતિના કાર્યકારી અધ્‍યક્ષ ભીખાલાલ સહાયતાએ મુખ્‍યમંત્રીને ઉદ્‌ેશીને લખેલ પત્ર દ્વારા દરમિયાનગીરી કરવા રજુઆત કરી છે. આ વિસ્‍તારને રૂડા હસ્‍તક તબદીલ કરવા પણ માંગ કરી છે.

(4:16 PM IST)