News of Saturday, 5th April 2025
ઈક પ્યાર કા નગ્મા હૈ... મનોજકુમારને સ્વરાંજલી
સુરમંદિર સંગીત એકેડમી દ્વારા સોમવારે ઈવનિંગ પોસ્ટ ખાતે કાર્યક્રમ

રાજકોટઃ અગ્રણી કલાસંસ્થા સુરમંદિર સંગીત એકેડમી દ્વારા આયોજીત અને ઘનશ્યામ રાવલ દ્વારા પ્રસ્તુત ‘‘ઈક પ્યાર કા નગમા હૈ'' તા.૭ સોમવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે સીનીયર સીટીઝન પાર્ક, ઈવનીંગ પોસ્ટ ખાતે રાજકોટની કલારસિક જનતા માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કર્યુ છે.
સ્વ.મનોજકુમારને બોલીવુડ તરફથી ભારતકુમારનું બીરૂદ આપયું છે. એવા પદ્મશ્રી કલાકારને સ્પેશ્યલ શ્રધ્ધાંજલી આપવાનો આ રાજકોટમાં સૌ પ્રથમ કાર્યક્રમ છે. તેમ જણાવાયું છે.
આ કાર્યક્રમમાં ગાયકકલાકારો તરીકે શ્રી ઘનશ્યામરાવલ (વો.ઓફ.મુકેશ) શ્રીમતી હીનાબેન કોટડીયા(વો.ઓફ.લતા-આશા) શ્રી સંજય લોઢીયા (વો.ઓફ.રફી), શ્રી હર્ષિત જોગીયા (વો.ઓફ મહેન્દ્રપુર) તથા પૂજા પિત્રોડા (વો.ઓફ લતા-આશા) પોતાના ગીતો રજુ કરશે. કાર્યક્રમનું સંચાલન શ્રી કૃષ્ણકાંત ઉપાધ્યાય કરશે.
સુરમંદિર રાજકોટ ક્લબ દ્વારા ૨૦૧૭માં હેમુ ગઢવી હોલમાં પણ પ્રોફેશ્નલ સીંગર્સ અને લાઈવ ઓરેકસ્ટ્રા સાથે મનોજકુમાર સ્પેશ્યલ કાર્યક્રમ ‘‘મેં તો એક ખ્વાબ હૂં'' પ્રસ્તુત કર્યો હતો.
આ કાર્યક્રમમાં મહેમાનો તરીકે શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા(સરગમ ક્લબ) જયેશ ઉપાધ્યાય, ગીરધરભાઈ સોરઠીયા(અગ્રણી બિલ્ડર), ગણેશભાઈ ઠુંમર(આશિષ એન્જીનીયરીંગ) સુરેશભાઈ મારૂ(રીટા.એ.એસ.આઈ) શ્રી મુલચંદ્ર બાપુ(સાંધી સમાજ ગાદીપતી) શ્રી વિષ્ણુપ્રસાદ દવે(ભજન સમ્રાટ), શ્રી આર.પી.જોશી (રીટા આસી.સેલ્સ કમીશ્નર) તથા જનાર્દનભાઈ આચાર્ય (બ્રહ્મસમાજ અગ્રણી) ઉપસ્થિત રહેશે.
રાજકોટની સંગીતપ્રેમી જનતાને આ કાર્યક્રમ માણવા આમંત્રણ અપાયું છે. કાર્યક્રમ માટે તથા વધુ વિગત માટે શ્રી ઘનશ્યામ રાવલ મો.૯૮૯૮૦૪૪૫૧૧નો સંપર્ક સાધવો
(4:19 PM IST)










