<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

અઢારેય આલમ, સામાજીક સંસ્‍થાઓ, રાજકીય આગેવાનો, સમાજ શ્રેષ્‍ઠીઓ તથા યુવા દંપતિ સભ્‍યો ભગવાન મહાવીરનાં અક્ષત વધામણાં કરશે

જૈનમનાં તબીબ સભ્‍યો ફલેટ સુશોભન નિર્ણાયક તરીકે સેવા આપશે

રાજકોટઃ છેલ્લા નવ વર્ષથી જૈનમનાં સથવારે તે ભગવાન મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવ તા.૧૦ ગુરુવારનાં રોજ ઉજવવા જઈ રહયો છે ત્‍યારે રાજકોટની અઢારેય આલમ કે જેમાં વિવિધ જ્ઞાતિ, ધર્મ અને સંપ્રદાયનાં લોકો સંકળાયેલા છે તથા અનેક સામાજીક સંસ્‍થાઓના આગેવાનો, વિવિધ સમાજનાં શ્રેષ્ઠીઓ, ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે સંકળાયેલા આગેવાનો તથા યુવા દંપતિ સભ્‍યો આ વર્ષે ભગવાન મહાવીરનાં જન્‍મ કલ્‍યાણક નિમિતે ધર્મયાત્રા દરમ્‍યાન ઠેર ઠેર ભગવાનનાં અક્ષતથી વધામણાં કરશે.

દર વર્ષે પરંપરાગત રીતે યોજાતી ભગવાન મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણક ધર્મયાત્રા પોતાના દર વર્ષે યોજાતા પોતાના રૂટ ઉપર વિહરવાની છે. ધર્મયાત્રાનાં રૂટ ઉપર અલગ અલગ જગ્‍યાએ વિવિધ જ્ઞાતિ, ધર્મ અને સંપ્રદાયનાં લોકો ચાંદીનાં રથમાં બરિાજમાન ભગવાન મહાવીરનાં અક્ષત થી વધામણાં કરે છે દર વર્ષની માફક આ વખતે પણ સમગ્ર રૂટ ઉપર અઢારેય આલમ ઉપરાંત યુવા દંપતિ સભ્‍યો પણ ભગવાનનાં અક્ષત વધામણાં કરવાના છે,

ધર્મયાત્રામાં ૨૭ થી વધુ ફલોટ જોડાવવાનાં છે, આ ફલોટ સુશોભન સ્‍પર્ધાનાં નિર્ણાયક તરીકે જૈનમ પરિવારનાં ડોકટર સભ્‍યશ્રી ડો.રાજુભાઈ કોઠારી, ડો.પારસભાઈ ડી.શાહ, ડો.અમીતભાઈ હપાણી, ડો.હીરેનભાઈ કોઠારી, ડો.પારસભાઈ પી. શાહ, ડો.જયભાઈ તુરખીયા, ડો.શ્રેણીકભાઈ દોશી,ડો.કરણભાઈ ભરવાડા વિગેરે સેવા આપનાર હોવાનું જણાવાયું છે.

આજરોજ રંગોળી સ્‍પર્ધાનું સાંજે ૪ કલાકે શ્રીમદ્‌ રાજચંદ્ર જ્ઞાન મંદિરે, ઉદ્ધાટન અનુજાબેન અંકુરભાઈ શાહ, ચાર્મિબેન કરણભાઈ શાહ, સીમાબેન નિલેશભાઈ દેસાઈ, સેજલબેન દિવ્‍યેશભાઈ જસાણીના કરવામાં આવનાર છે. આવતિકાલે તા.૬ ને રવિવારનાં ચિત્ર સ્‍પર્ધાનું ઉદ્ધાટન આવતિકાલે બપોરે ૪ કલાકે કાનનબેન જીતુભાઈ દેસાઇ, જાગળતિબેન કમલેશભાઈ શાહ, ડો.બબીતાબેન અમીતભાઈ હપાણી, બીનાબેન અનીષભાઈ વાધરનાં હસ્‍તે થશે.

તસ્‍વીરમાં હિલોની તથા મીહીર વિભાશભાઈ શેઠ, ચિરાગભાઈ ઉદાણી, ભાર્મિ કામીનભાઈ દોશી, નિલેશભાઈ શાહ, રાજેશભાઈ મોદી, ભરતભાઈ દોશી, બી.કે.શાહ, મનીષભાઈ મહેતા, દીશીતભાઈ મહેતા, સંદીપભાઈ સંઘવી, અમીતભાઈ લાખાણી, ચીરાગભાઈ ઉદાણી નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(4:05 PM IST)