હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રવિવારના દિવસે સ્કુલ, કોલેજ તેમજ યુનીવર્સીટી વિગેરેમાં રજાના કારણે કૂલ-૧૭ રૂટની જુદી-જુદી કૂલ-૪૦ બસોને દર રવિવારે ઓફ રોડ રખાશે
કુલ ૮૦ રૂટ પર ૧૦૦ CNG તથા ૧૨૪ ઇલે. એમ કુલ ૨૨૪ બસ દ્વારા પરિવહન સેવા

રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી.(SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. જે સબબ કુલ ૮૦ રૂટ પર ૧૦૦ CNG તથા ૧૨૪ ઇલે. એમ કુલ ૨૨૪ બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. રવિવારના દિવસે સ્કુલ, કોલેજ તેમજ યુનીવર્સીટી વિગેરેમાં રજા રહેતી હોય, આવા કેટલાક રૂટમાં પેસેન્જરની માત્ર નહીવત રહેતી હોય/અન્ય રૂટ-બસના વિકલ્પ ઉપલબ્ધ હોય, તેવા રૂટને રવિવારે બંધ રાખવામાં આવશે.
નીચે દર્શાવેલ વિગત મુજબના કૂલ-૧૭ રૂટની જુદી-જુદી કૂલ-૪૦ બસોને આગામી તા.૦૬/૦૪/૨૦૨૫, રવિવારથી સંડે-સેડ્યુલ મુજબ દર રવિવારે ઓફ રોડ રાખવા આ સાથે નિયત કરવામાં આવે છે.
રૂટ નં બસ રૂટ નંબર
૧૧ ૨ ત્રિકોણબાગ થી શાપર વેરાવળ
૧૯ ૧ ૧૩૧ સ્લમ ક્વાટર થી વાવડી ગામ (વ્રજ વિલા એપાર્ટમેન્ટ)
૨૬ ૧ વાવડી ગામ (આંગન રેસીડેન્સી) થી શ્યામજીક્રુષ્ણ વર્મા ટાઉનશીપ
૪૦ ૨ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી થી સંતોષીનગર (શિવાલય ચોક)
૪૪ ૨ ત્રિકોણબાગ થી ત્રંબા ગામ
૪૫ 2 સૌરાષ્ટ્ર યુનિવર્સીટી થી રતનપર મંદિર
૪૬ ૪ ત્રિકોણબાગ થી અર્પીત એન્જી. કોલેજ(હડાળા ગામ)
૪૭ ૪ કોઠારીયા ગામ થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
૫૪ ૨ ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પ (મેઇન ગેઇટ) થી રાધા પાર્ક (કોઠારીયા ગામ)
૭૮ ૨ ઉમા પી.ટી.સી. કોલેજ થી મારવાડી કોલેજ
૮૫ ૨ પ્રદ્યુમન પાર્ક થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
૯૨ ૨ ત્રિકોણબાગ થી બેડી ચોકડી
૫૬D ૧ ત્રિકોણબાગ થી ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ
૫૭D ૩ ત્રિકોણબાગ થી ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ
૭૯ ૪ પરાપીપળિયા થી આજીડેમ ચોકડી
૮૨ ૨ ભક્તિનગર સર્કલ થી એઈમ્સ હોસ્પિટલ
૮૬ ૪ ગોંડલ ચોકડી થી મારવાડી કોલેજ
ટોટલ ૪૦










