News of Sunday, 6th April 2025
રોટરી રાજકોટ મીડટાઉન અને રાજકોટ સાયકલ ક્લબ દ્વારા સાયકલોફન 2025 સંપન્નઃ સ્વસ્થ જીવનશૈલીનો આપ્યો સંદેશ
આ સાયકલોફનમાં શહેરભરમાંથી 4 હજારથી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધોઃ. જેમાં બાળકો, યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો નો સમાવેશ થતો હતો.

રાજકોટઃ રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી આત્મીય યુનિવર્સિટી ખાતે આજે રોટરી રાજકોટ મીડટાઉન અને રાજકોટ સાયકલ ક્લબના સંયુક્ત ઉપક્રમે સાયકલોફન 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલીને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલા દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ સાયકલોફનમાં શહેરભરમાંથી 4 હજારથી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં બાળકો, યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો નો સમાવેશ થતો હતો. સવારથી જ આત્મીય યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર સાયકલ સવારોનો જમાવડો જોવા મળ્યો હતો. સહભાગીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌ કોઈએ એક સાથે સાયકલ ચલાવીને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશો આપ્યો હતો.
આયોજકો દ્વારા તમામ સહભાગીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી અને સમગ્ર રૂટ પર સુરક્ષા જાળવવામાં આવી હતી. સાયકલોફનના અંતે સહભાગીઓને નાસ્તો અને પાણી પણ આપવામાં આવ્યું હતું. રોટરી રાજકોટ મીડટાઉન અને રાજકોટ સાયકલ ક્લબ દ્વારા આયોજિત આ સાયકલોફન 2025 શહેરના લોકો માટે એક યાદગાર ઘટના બની રહી
(2:06 PM IST)










