News of Sunday, 6th April 2025
રાજકોટના કુવાડવા નજીક જાળીયા ગામે મનસુખભાઈની વાડીમાં મધ્યપ્રદેશની મહિલાની હત્યા;શકમંદોના નામ ખૂલ્યાં: એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ: રાજકોટના જીયાણા ગામે હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. અહીં પતિ સાથે વાડીમાં રહે મજૂરી કરતી મૂળ મધ્યપ્રદેશની મહિલાને ધારીયાના ઘા મારી પતાવી દેવામાં આવી છે. તેના પતિને પણ ઇજા થઇ હતી.
જાણવા મળ્યા મુજબ મનસુખભાઈની વાડીમાં રહી મજુરી કરતી મૂળ મધ્યપ્રદેશની જમકુબેન ઉર્ફ રોમકીબેન લાકડીયાભાઈ પસાયા ઉંમર વર્ષ ૫૫ નામની મહિલા રાત્રે વાડીએ સૂતી હતી ત્યારે અજાણ્યા શખ્સે ધારિયાના ઘા કરી ઇજા પહોંચાડી હતી.
તેના પતિ વચ્ચે પડતા તેને પણ ઇજા થઇ હતી. જમકુડીબેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. હત્યાના બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ આઈ એન સાવલિયા સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડ્યો હતો.
વધુ વિગત મુજબ હત્યાનો ભોગ બનનાર જમકુડીબેન ઉર્ફે રોનકીબેન પસાયાના બીજા લગ્ન હત. તેને આગલા ઘરની એક દીકરી છે. હત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે. બે ત્રણ શકમંદોના નામ મળતા તપાસ શરૂ થઈ છે આ બનાવને પગલે પરપ્રાંતીય પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
(2:14 PM IST)










