News of Monday, 7th April 2025
રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરી આપતી મહિલા પકડાઈ: સરોજ ડોડીયા ૪ વર્ષ પહેલાં પણ પકડાઈ હતી: એસઓજીના જયદીપસિંહ ચૌહાણ, અનોપસિંહ ઝાલાની બાયમી: પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ ધાસુરા અને ટીમની કાર્યવાહી: બે મહિલા પોલીસ કર્મચારીને ડમી ગ્રાહક તરીકે મોકલી ટ્રેપ ગોઠવાઈ

રાજકોટઃ શહેરમાં ગર્ભનુ ગેરકાયદેસર જાતીય પરીક્ષણ કરી ગર્ભપાત કરી આપવાની વ્યવસ્થા કરી આપનાર મહીલાને શહેર એસઓજીએ ઝાડપી લઈ કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે.
શહેર વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃતીઓ તદન નાબુદ કરવા સારૂ સૂચના મળી હોઇ
જે અન્વયે એસઓજી પો.ઇન્સ સંજયસિંહ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પો.હેડ.કોન્સ. જયદિપસિંહ ચૌહાણ તથા પો.કોન્સ. અનોપસિંહ ઝાલાને સચોટ માહિતી મળેલ કે સરોજબેન હિમંતભાઇ ડોડીયા નામની મહીલા ગર્ભનુ ગેરકાયદેસર જાતીય પરીક્ષણ કરે છે. આ માહિતીના આધારે રાજકોટ શહેરના મ્યુનીશીપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો.મૌલીકભાઇ ઠાકરને રૂબરૂ મળી હકિકતની જાણ કરી હતી. બાદ ડમી સગર્ભા/ગ્રાહક તરીકે મહીલા પો.કોન્સ મીતલબેન વજુભાઇ ગોહિલ તથા તેમના બહેન તરીકે મહીલા પો.કોન્સ મોનાબેન બુસાએ આ સરોજને પકડવા સ્પીડવેલ પાર્ટીપ્લોટ નજીક સીતાજી ટાઉનશીપ ક્વાર્ટરમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ પકડી પાડવા ટ્રેપ ગોઠવી સરોજ વિનોદભાઇ રમણીકભાઇ ડોડીયા (ઉ.વ.૪૦ ધંધો.હોમકેર નશીંગ સારવાર રહે. રઘુવીર સોસાયટી શેરી નં ૪ “શ્રી” સહકાર મે.રોડ રાજકોટ)ને પકડી લઈ સોનોગ્રાફી મશીન-૧, પરીક્ષણ કરવામા ઉપયોગમા લેવાતી જેલ બોટલ-૧, પ્લાસ્ટીક નુ ટેલબ-૧, મોબાઇલ ફોન -૧ મળી ૪,૧૦,૧૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
એકાદ વર્ષથી સરોજ એજન્ટ મારફત આ ગેરકાયદેસર કામ કરતી હતી. એક પરીક્ષણ દીઠ ૨૫ હજાર જેવી ફી વસુલતી હતી.અગાઉ ૨૦૨૧માં પણ તે આવા ગુનામાં પકડાઇ હતી.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ અને સ્પેશયલ બ્રાન્ચ) ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી (ક્રાઇમ) ભરત બી.બસીયાની સૂચના અંતર્ગત એસઓજી પો.ઈન્સ. એસ.એમ.જાડેજા તથા પો.સ.ઇ. એસ.બી.ઘાસુરા તથા એ.એસ.આઇ. રાજેશભાઇ બાળા, વિરેન્દ્રસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ. જયદીપસિંહ ચૌહાણ, સિધ્ધરાજસિંહ જાડેજા, અરૂણભાઇ બાંભણીયા, પો.કોન્સ અનોપસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહીલ, રવીરાજભાઇ ધગલ, તથા વુ.પો.કોન્સ. મોનાબેન ખીમજીભાઈ, મીતલબેન વજુભાઇ ગોહીલ સહિતે આ કામગીરી કરી હતી.
(2:26 AM IST)










