તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th April 2025
રાજકોટ યાર્ડમાં ચણાની ૩.૩૦ લાખ મણની વિક્રમજનક આવક
જીરૂ, કપાસ, તુવેર, વટાણા અને વરીયાળી સહિતની વિવિધ જણસી ભરેલા ૧૮૦૦ વાહનોની કતારો લાગી

રાજકોટ, તા., ૭ : રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે વિવિધ જણસીઓ ભરેલા ૧૮૦૦ વાહનોની લાંબી કતારો લાગી હતી. જેમાં સૌથી વધુ ચણાની ૩.૩૦ લાખની વિક્રમજનક આવક થઇ હતી.
માર્કેટ યાર્ડમાં સુત્રોમાં જણાવ્યા મુજબ આજે રાજકોટ યાર્ડમાં ચણાની ૩.૩૦ લાખ મણની જંગી આવક થઇ હતી. જયારે કપાસની ૧૩૦૦૦ મણ, એરંડાની ૯પ૦૦ મણ, કલોજીની ૯૦૦૦ મણ, જીરૂની રપ,પ૦૦ મણ, રાય-રાયડાની ૯૦૦૦ મણ, વરીયાળીની ૩૦૦૦ મણ, તુવેરની ૧૬,૦૦૦ મણ તથા વટાણાની ૮૦૦૦ મણની આવક થઇ હતી. ચણાની જંગી આવક થતા ભાવમાં કોઇ ખાસ વધઘટ ન હતી. ચણા એક મણના ભાવ ૧૦૫૦ થી ૧૧૪૦ રૂા. હતા.
વિવિધ જણસીઓ ભરેલા ૧૮૦૦ થી વધુ વાહનોની યાર્ડ પાસે લાંબી કતારો લાગતા યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, વાઇસ ચેરમેન, યાર્ડના તમામ ડીરેકટરો તથા યાર્ડના સ્ટાફ દ્વારા ઉતરાઇની વ્યવસ્થા કરવામાં આવી હતી.
(1:49 PM IST)










