<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

ઈમારતોના ઈન્‍ટીરીયર ડિઝાઈન ક્ષેત્રમાં રાષ્‍ટ્રીય કક્ષામાં રાજકોટનું નામ રોશન કરતાં કુ.શ્રેયા સંઘવી

રાજકોટ : સ્‍થાપત્‍ય અને આંતરીક સુશોભનના ક્ષેત્રે ૯૫ વર્ષથી આગવી ઓળખ મેળવનાર, સંઘવી પરિવારના સુરેશભાઈ સંઘવી અને તેમની પેઢી સ્‍ટાર આર્કિટેકટ્‍સ અને સ્‍ટારલીટ ઈન્‍ટીરીઅર્સના નામ અગ્રસ્‍થાને રહે છે.

તાજેતરમાં ગોદરેજ લોકસ એન્‍ડ આર્કીટેકચરલ સોલ્‍યુશન્‍સ તરફથી ગોવા ખાતે યોજાયેલ આંતરીક સુશોભનની રાષ્‍ટ્રીય કક્ષાની સ્‍પર્ધામાં શ્રી વિપુલ સંઘવી અને તેમના પુત્રી કુ.શ્રેયા સંઘવીને ‘જીવીઝ-૨૦૨૫ પારિતોષિક' સમારંભમાં તેમના પ્રોજેકટ માટે ત્રણ એવોર્ડ્‍ઝથી નવાજવામાં આવ્‍યા.

આ સ્‍પર્ધામાં સમગ્ર રાષ્‍ટ્રમાંથી ૪૫૮૫થી વધારે એન્‍ટ્રીઝ આવેલ હતી અને રાષ્‍ટ્રીય કક્ષાના આર્કીટેકટ્‍સની જયુરી તરફથી, બધી એન્‍ટ્રીઝની ગુણવત્તા અનુસાર ચકાસણી કરી. રાજકોટ શહેરની બે ઈમારતો કાલાવડ રોડ સ્‍થિત એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્‍પિટલ તથા ગોંડલ રોડ સ્‍થિત કિરણ ઈલેકટ્રીકલ્‍સને ઉતીર્ણ જાહેર કરવામાં આવેલ છે.

વોકહાર્ટ હોસ્‍પિટલે કેન્‍સરની અદ્યતન સારવાર માટે ‘કેન્‍સર યુનિટ'ની શરૂઆત કરી છે. જેનું બાંધકામ અને ઈન્‍ટીરીયર ડિઝાઈન શ્રી વિપુલ સંઘવી તેમજ કુ.શ્રેયાએ કર્યુ છે. કેન્‍સરની સારવાર માટે આવનાર દર્દીઓને આ ઘાતક રોગની સારવારની માનસિક અસરથી બચાવવા - અદ્યતન રાહત આપનારૂ છે. આ યુનિટ વિશે વિગતે વાત કરીએ તો કેન્‍સરની સારવાર માટે અપાતા વિ-કિરણોની અન્‍ય સાઈડ ઈફેકટ્‍સથી બચવા બિલ્‍ડીંગનું બાંધકામ ૮ ફૂટ જાડાઈની આર.સી.સી. વોલથી બનાવવામાં આવ્‍યા છે. એ ઉપરાંત એટમીક એનર્જી રેગ્‍યુલેટરી બોર્ડના તમામ ધારાધોરણોને પુરતી સાવચેતીથી અમલમાં મૂકીને તેમજ બાયોમેડીકલ વેસ્‍ટનો યોગ્‍ય તથા નિકાલ કરવાની પણ પુરતી સાવચેતી રાખીને આ બિલ્‍ડીંગ તથા તેની ઈન્‍ટીરીયર ડિઝાઈન બનાવવામાં આવેલ છે. (મો.+૯૧ ૯૯૨૫૦ ૦૯૯૬૬)

ઇલેક્રટ્રીક ગુડઝ એન્‍ડ સપ્‍લાયઝમાં ૭૦ વર્ષથી વધુ સમયથી કાર્યરત એવા ‘‘કિરણ ગૃપ ઓફ કંપનીઝ''ના ગોંડલ રોડ એકમ ‘‘કિરણ ઇલેકટ્રીકલ્‍સ-KECRPL'' આવોજ એક અન્‍ય પ્રોજેક્‍ટ બની રહ્યો છે. જે રાષ્‍ટ્રીયકક્ષાએ ઇન્‍ટીરીયર ડિઝાઇનમાં એવોર્ડ મેળવીને ઉર્તીણ થયો છે.

‘‘સ્‍ટાર આર્કિટેક્‍ટસ-સ્‍ટારલિટ ઇન્‍ટીરીયર્સ''ના આ બંને પ્રોજેક્‍ટ રાષ્‍ટ્રીય એવોર્ડના વિજેતા બન્‍યા તે પહેલા અભિમન્‍યુના સાત કોઠા જેવી વિવિધ જ્‍યુરી પેનલ્‍સ તેમજ સમગ્ર  દેશમાંથી આવેલી ૪૫૮૫થી વધુ એન્‍ટ્રીઝમાંથી પસાર થઇને, ભારે સ્‍પર્ધાત્‍મક હરીફાઇમાંથી ઉત્તીર્ણ થઇ. આ મુકામે પહોંચયા છે.

આ બંને ઇમારતોના રચયિતા, સ્‍ટાર આર્કિટેકટ્‍સ અને સ્‍ટારલિટ ઇન્‍ટીરીઅર્સના શ્રી વિપુલ સંઘવી અને કુ. શ્રેયા સંઘવી આ રાષ્‍ટ્રીય પારિતોષિકના યશભાગી બન્‍યા છે, તેમના આ કાર્યોથી પ્રભાવીત થઇ, વોકહાર્ટ હોસ્‍પિટલની મુખ્‍ય હોસ્‍પિટલ્‍સની મુખ્‍ય હોસ્‍પિટલ, મુંબઇનું ઇન્‍ટીરીઅર ડિઝાઇનનું કાર્ય તેમને એનાયત કરવામાં આવેલ છે, જેથી રાજકોટ શહેરને ગૌરવ અપાવેલ છે. (૩૭.૨)

(2:35 PM IST)