News of Monday, 7th April 2025
ચોટીલા-કુવાડવા હાઇવે પર મોટી મોલડીના પદયાત્રી પ્રકાશનું મોત

દેવાબાપાની જગ્યાએ દર્શન કરી પરત જતો હતો ત્યારે અજાણ્યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ રાજકોટમાં દમ તોડયોઃ મેઘાણી પરિવારમાં શોકની કાલીમા
રાજકોટ તા. ૭: વાહન અકસ્માતના બનાવમાં કુવાડવા ચોટીલા હાઇવે પર પદયાત્રી યુવાનનું હિટ એન્ડ રનના બનાવમાં મોત થયું છે. મોટી મોલડી ગામે રહેતો યુવાન ધાર્મિક જગ્યાએ દર્શન કરી પરત જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ ચોટીલાના મોટી મોલડી ગામે રહેતો પ્રકાશભાઇ વિરજીભાઇ મેઘાણી (ઉ.વ.૩૬) સવારે કુવાડવા ચોટીલા હાઇવે પર દેવાબાપાની જગ્યા પાસે ચાલીને જતો હતો ત્યારે અજાણ્યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ સહિતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર પ્રકાશભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતો હતો અને પાંચ ભાઇમાં બીજો હતો. બનાવથી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો
(3:05 PM IST)










