News of Monday, 7th April 2025
રામનવમી શોભાયાત્રાનું શહેર ભાજપ દ્વારા સ્વાગત-પૂજન : લીંબુ પાણીનું વિતરણ

રાજકોટ : વિશ્વ હિન્દુ પરિષદ અને રાધેશ્યામ ગૌશાળા દ્વારા રામનવમી નિમિતે દેદિપ્યમાન શોભાયાત્રા યોજવામાં આવી હતી. નાણાવટી ચોકથી આરંભાયેલ આ શોભાયાત્રા કિશાનપરા ચોક ખાતે આવી પહોંચતા શહેર ભાજપ દ્વારા જય જય શ્રીરામના નારાઓ ગજાવી સ્વાગત કરાયુ હતુ. શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઇ દવે, મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ભાજપ સ્થાપના દિવસ ઉજવણી કાર્યક્રમના સંયોજક રાજદીપસિંહ જાડેજા, સહસંયોજક પૂજાબેન પટેલ, વિજયભાઇ પાડલીયા દ્વારા સર્વે રથયાત્રી ભકતજનોને ઠંડા લીંબુ પાણીના વિતરણની વ્યવસ્થા કરાવી હતી. રથયાત્રાના સ્વાગત અને અભિવાદનના આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઇ દવે, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર, દંડક નેતા મનીષ રાડીયા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પુજારા, શહેર ભાજપના હોદેદારો, કોર્પોરેટરો, શહેર ભાજપ મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ, સેલ સંયોજકો, સહસંયોજકો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સાથે જોડાયા હતા. રથયાત્રામાં બિરાજેલ રામલલ્લાને ફુલહાર કરી પૂજન કરાયુ હતુ. સમગ્ર વ્યવસ્થા શહેર ભાજપ મંત્રી વિજયભાઇ પાડલીયા, કાર્યાલય મંત્રી હિતેષ ઢોલરીયા, સહકાર્યાલય મંત્રી શૈલેષ દવે, સ્વામી વિવેકાનંદ બોર્ડના કાર્યકર્તાઓએ સંભાળી હતી.
(3:09 PM IST)










