News of Monday, 7th April 2025
૨૬મીએ હેમુ ગઢવી હોલ ખાતે ‘‘નામે રફી, શામે રફી''ગીત સંગીતના કાર્યક્રમનું આયોજન
આંતરરાષ્ટ્રીય કથાકાર અપૂર્વ શર્મા(જયપુર) રફી સાહેબના યાદગાર ગીતો રજૂ કરશેઃ તેમને સાથે આપશે અશ્વિની મહેતા એચ એમ ઈવેન્ટસ અને જૈન અગ્રણી સુનિલભાઈ શાહનું ભવ્ય આયોજન

રાજકોટ તા.૦૭: એમ.એમ. ઇવેન્ટસ રાજકોટની સંગીતપ્રેમી જનતા માટે સંગીત મઢયા કાર્યકમોની વણઝાર લાવી રહી છે. જે અંતર્ગત ૨૬ એપ્રિલને શનિવારે રાત્રે ૯-૩૦ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે ‘‘નામે રહી, શામે રફી'' શીર્ષક હેઠળ ગીત સંગીતનો એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે જેમાં આંતરરાષ્ટ્રીય કલાકાર અને વોઈસ ઓફ રફી તરીકે જાણીતા એવા અપૂર્વ શર્મા(જયપુર) શ્રોતાઓને રહી સાહેબના યાદગાર ગીતોનો રસથાળ પીરસાશે અને તેમને સાથે આપશે અશ્વિની મહેતા(રાજકોટ). સાથોસાથે સંજય લોઢીયા ગેસ્ટ ં આર્ટીસ્ટ તરીકે ગીતનો રજૂ કરશે.
આ કાર્યક્રમનું આયોજન હીટ કાર્યક્રમો આપતા એમ એમ એમ ઈવેન્ટસ દ્વારા કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમને જૈન અગ્રણી અને સંગીતપ્રેમી સુનિલભાઈ શાહનો સહકાર પ્રાપ્ત થયો છે. આ કાયક્રમના ટીકીટ બુકીંગ માટે મોબાઈલ ૯૮૭૯૫૮૭૮૭૫ સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં મ્યુઝિક હિતેશ મહેતા અને તેની ટીમ રજુ કરશે તેમજ આ કાર્યક્રમનું સંચાલન અભિષેક શર્ર્મા કરવાના છે તેવું યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માણવો એ એક યાદગાર સંભારણું રહેવાનું છે.
(3:17 PM IST)










