તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 7th April 2025
સીંગતેલ-કપાસીયા તેલમાં ૧પ રૂા. ઘટયા

રાજકોટ, તા., ૭ : નવા સપ્તાહના પ્રારંભે ખાદ્યતેલોમાં મંદી જોવા મળી હતી. સીંગતેલ અને કપાસીયા તેલમાં ૧પ રૂા.નો ઘટાડો થયો હતો.
સ્થાનીક બજારમાં વૈશ્વિક માર્કેટમાં ડોલરમાં મંદી અને ઘરાકીના અભાવે આજે સીંગતેલમાં ૧પ રૂા. તુટયા હતા. સીંગતેલ લુઝ (૧૦ કી.ગ્રા)ના ભાવ ૧૩૫૫ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ર.૦૦ વાગ્યે ૧૩૪૦ રૂા. બોલાયા હતા. સીંગતેલ નવા ટીનનો ભાવ ર૩૬૦ થી ર૪૧૦ રૂા. હતા તે ઘટીને ર૩૪પ થી ર૩૯પ રૂા. થયા હતા.
સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧પ રૂા.નો ઘટાડો થયો હતો. કપાસીયા તેલ લુઝનો ભાવ ૧ર૬પ રૂા. હતા તે ઘટીને ૧રપ૦ રૂા. બોલાયા હતા. કપાસીયા ટીનના ભાવ રર૪૦ થી રર૯૦ રૂા. હતા તે ઘટીને રરરપ થી રર૭પ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. આગામી દિવસોમાં હજુ પણ ખાદ્યતેલોમાં ભાવો ઘટે તેવી શકયતા હોવાનું વેપારીસુત્રોએ જણાવ્યું હતું. (૪.૩૩)
(3:18 PM IST)










