<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

IMA રાજકોટના પ્રમુખપદે ડો.જયેશ ડોબરિયા - સેક્રેટરીપદે કૃપાલ પુજારાની વરણી

વડિલોને તંદુરસ્‍ત જીવન જીવવા માર્ગદર્શક બનવા ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન સજ્જ સેક્રેટરી ડો. કળપાલ પુજારા સહિત ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટની ટીમ વડિલોના સ્‍વાસ્‍થ્‍ય અને તંદુરસ્‍તી માટે સતત કાર્યરત રહેશેઃ ગત વર્ષે તમામ તબીબોનો સહકાર બદલ ડો.કાંત જોગાણી અને ડો.અમીષ મહેતા દ્વારા આભાર દર્શાવ્‍યો

રાજકોટ તા. ૭: વિશ્વમાં દિવસે દિવસે વળધ્‍ધોની વસ્‍તી વધી રહી છે તેની સાથે ભારતમાં પણ વળધ્‍ધોની સંખ્‍યા વધી રહી છે. હવે માણસનું આયુષ્‍ય વધ્‍યુ હોય અત્‍યારે યુવાનોનો ગણાતો આપણો દેશ પણ વળધ્‍ધોની સંખ્‍યા વધવાના કારણે વળધ્‍ધોનો દેશ બનશે ત્‍યારે વળધ્‍ધો માટે શારીરિક અને માનસીક અનેક સમસ્‍યાઓ હોય છે તેના પ્રત્‍યે સમાજને જાગળત કરવા અને વડિલો વળધ્‍ધો પણ સારી રીતે તંદુરસ્‍ત રહી જીવન પસાર કરી શકે એ માટે ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ દ્વારા લોક જાગળતિ ઝુંબેશ શરૂ કરવામાં આવશે એમ ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના નવ નિયુક્‍ત પ્રમુખ ડો. જયેશ ડોબરીયા અને સેક્રેટરી ડો. કળપાલ પુજારાની એક સંયુક્‍ત યાદીમાં જણાવાયુ છે. લોકોની તંદુરસ્‍તી બાબતે સતત જાગળત રહી કાર્ય કરી રહેલ આ સંસ્‍થા દેશ માટે ભવિષ્‍યમાં ઊભી થનારી સમસ્‍યા બાબતે વહેલાં જાગળત બની લોકોને પણ જાગળત કરવા પ્રયાસ હાથ ધરશે અને સમાજને પણ આ ઝુંબેશમાં જોડી ભાવી સમસ્‍યા બાબતે યોગ્‍ય માર્ગદર્શન આપશે.

પ્રમુખ ડો. જયેશ ડોબરીયાએ જણાવ્‍યું છે કે, વિશ્વમાં અત્‍યારે માણસનું આયુષ્‍ય વધ્‍યુ છે અને વળધ્‍ધોની સંખ્‍યા પણ વધી રહી છે એજ રીતે આપણા દેશમાં પણ લોકોનું આયુષ્‍ય વધવા સાથે વળધ્‍ધોની સંખ્‍યા ધીરે ધીરે વધી રહી છે. અત્‍યારના સમયમાં નાના કુટુંબો, વિભકત કુટુંબો અને સંતાનો કારકીર્દી માટે બહારના શહેરોમાં અને વિદેશ જતા રહેતા હોવાથી સમાજમાં એકલા રહેતાં વડિલોની સંખ્‍યા વધી રહી છે જે સમાજ માટે ચિંતાનો વિષય છે. ઉંમરની સાથે અમુક શારીરિક અને માનસીક બિમારીઓ આવવી સ્‍વાભાવીક છે, આવા સમયે એકલા રહેતાં વડિલોને અનેક મુશ્‍કેલીનો સામનો કરવો પડતો હોય છે. વર્તમાન સમયમાં જોઈએ તો એક કે બે સંતાન વાળા પરિવાર જ જોવા મળે છે અને એમાં પણ કારકીર્દી માટે સંતાનો મોટા શહેરોમાં કે વિદેશ જતા રહેતા હોય છે અને વડિલો ગ્રામ્‍ય વિસ્‍તારમાં કે નાના શહેરોમાં પોતાના મૂળ રહેઠાણ પર રહેતા જોવા મળે છે. કુદરતી રીતે ઉંમરની સાથે અમુક બિમારી આવતી હોય છે, બધાને નહી પણ મોટા ભાગના વડિલો વળધ્‍ધોને ડાયાબીટીસ, બી.પી., થાઈરોઈડ, ભૂલી જવુ, કંપવા, હાડકા નબળા પડી જવાના કારણે ફ્રેકચર, મણકા ઘસાઈ જવાના કારણે કમર કે પગના દુઃખાવા, પાચન યોગ્‍ય ન થવાના કારણે પેટને લગતા વિવિધ દર્દી, યુરીનને લગતી અમુક સમસ્‍યાઓ, હલન-ચલનમાં પ્રોબ્‍લેમ વગેરે અનેક સમસ્‍યાનો સામનો કરવો પડતો હોય છે. સંતાનની ગેરહાજરીમાં વડિલો એકલા પડી જતા હોય એકલતાના કારણે અમુક માનસીક બિમારીનો પણ ભોગ બને છે, ડિપ્રેશન, ઉંમરના કારણે ઓછી ઉંઘ અને તેના કારણે વિચારવાયુ, સતત મને કંઈ થઈ જશે તો મારા પતિ કે પત્‍નીનું શું થશે એવા નબળા વિચારોના કારણે વળધ્‍ધો સતત તાણ હેઠળ જીવન પસાર કરી જીવનનો સાચો આનંદ માણી શકતા નથી. આવા સમયે ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ દ્વારા વળધ્‍ધો ને લગતી આવી અનેક સમસ્‍યા પર લોક જાગળત્તિનું કાર્ય હાથ ધરી સમાજની ધરોહર સમાન વડિલો અને વળધ્‍ધોના જીવન ધોરણ સુધારણા માટે પ્રયાસો શરૂ કરવામાં આવશે.

 ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશનના સેક્રેટરી ડો. કળપાલ પુજારાએ જણાવ્‍યું છે કે, આ વરસે અમારી તબીબોની ટીમ દ્વારા સમાજના શીરમોર સમાન વડિલો વળધ્‍ધોના જીવન ધોરણ આનંદમય બને એ માટે અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. તબીબોની ટીમ વળધ્‍ધાશ્રમોની મુલાકાત લઈ નિયમીત ચેક અપ કેમ્‍પ યોજી વળધ્‍ધોને કોઈ સમસ્‍યા હશે તો તેની યોગ્‍ય સારવાર કરશે. વિવિધ એસોસીએશન, જ્ઞાતિ સંગઠનો, શૈક્ષણીક સંસ્‍થાઓ, વેપારી મંડળો, સામાજીક સંસ્‍થાઓ વગેરેના સાથ સહકારથી દર મહિને વડિલોને લગતી સમસ્‍યા અને તેના નિવારણ બાબતે સેમીનારો યોજવામાં આવશે, નિયમીત હેલ્‍થ ચેકઅપ કેમ્‍પો યોજી વડિલોના ચેક અપ કરી શકય એટલા વહેલાં નિદાન કરી યોગ્‍ય સારવાર ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. યુવાનોના સંગઠનો સાથે સંકલન કરી વડિલો સાથે હુંફાળુ જીવન પસાર કરી શકાય એવા પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત વળધ્‍ધોને લગતી વિવિધ બિમારી, સારુ જીવન જીવવા માટે વડિલો કેવી રીતે પ્રવળત્ત રહી શકે એ માટેના સેમીનારો રાખવામાં આવશે.

તેમના જણાવ્‍યા અનુસાર તંદુરસ્‍ત સમાજની રચના સાથે તબીબો પણ તંદુરસ્‍ત રહે એ માટે તબીબો માટે ઈન્‍ડોર-આઉટડોર રમતોની રાજ્‍ય કક્ષાની સ્‍પર્ધા રાખવામાં આવશે. ક્રિકેટ, વોલીબોલ, બાસ્‍કેટ બોલ, સાયકલીંગ, મોટર રેસ વગેરે ઈન્‍ડોર - આઉટ કોર ગેઈમ માટે રાજ્‍ય કક્ષાના આ ઓલમ્‍પીક દ્વારા તબીબો માં રમત-ગમત પ્રત્‍યે આકર્ષણ ઉભું કરવા સાથે તબીબો પણ તંદુરસ્‍ત રહે એ ભાવના છે. આ ઉપરાંત સમાજ સેવાના ભાગ રૂપે બ્‍લડ ડોનેશન કેમ્‍પ, વાસન મુક્‍તિ માટેના કેમ્‍પ, વિવિધ સમાજના સંગઠનો સાથે સેમીનાર, કોલેજ સહિત શૈક્ષણીક સંસ્‍થાઓના સહયોગથી ચુવા વર્ગને વિવિધ રોગ વિશે જાગળત કરતાં સેમીનાર વગેરેનું આયોજન કરવામાં આવશે.

ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના નવા વર્ષના હોદેદારોમાં પ્રમુખ તરીકે ડો. જયેશ ડોબરીયા, સેક્રેટરી તરીકે ડો. કળપાલ પુજારા, આઈ.પી.પી. ડો. કાંત જોગાણી, પ્રેસીડન્‍ટ ઈલેકટ ડો. તેજસ કરમટા, ઉપપ્રમુખ તરીકે ડો. તુષાર પટેલ, ડો. અમીત અગ્રાવત, એડિટર ડો. અમીષ મહેતા, ટ્રેઝરર ડો. રૂકેશ ઘોડાસરા, જોઈન્‍ટ સેક્રેટરી ડો. ચિંતન દલવાડી, ડો. બિરજુ મોરી, જોઈન્‍ટ ટ્રેઝરર ડો. રાજન રામાણી, ડો. ચિંતન કણસાગરાની નિમણૂંક કરવામાં આવી છે. એક્‍ઝીકયુટીવ કમીટીમાં ડો. દેવેન્‍દ્ર રાખોલીયા, ડો. પિયુષ ઉનડકટ, ડો. દિપા ગોંડલીયા, ડો. નિશાંત ચોટાય, ડો. દુષ્‍યંત ગોંડલીયા, ડો. રાજેશ સાકરીયા, ડો. દર્શન સુરેજા, ડો. સંજય ટીલાળા, ડો. વિશાલ પોપટાણી, ડો. ગૌતમ માકડીયાની વરણી કરવામાં આવી છે. કો. ઓપ્‍ટ મેમ્‍બર તરીકે ડો. દર્શન જાની, ડો. પાર્થ કટારીયા, ડો. નિકેત દોમડીયા, ડો. અજય ચરણ, ડો. ભૂમી પટેલ, ડો. ઉદય ડોબરીયા, ડો. દિવ્‍યાંશી પટેલ, ડો. ત્રીશાંત ચોટાય તથા એડીટોરીયલ બોર્ડમાં ડો. મયંક ઠક્કર, ડો. સંકલ્‍પ વણઝારા, ડો. કાર્તિક સુતરીયા, ડો. ધર્મેશ શાહ, ડો. નિલેશ દેત્રોજાની નિમણૂંક કરવામાં આવી છે. યંગ એક્‍ઝીકયુટીવ કમીટીમાં ડો. ઝલક ઉપાધ્‍યાય, ડો. નિરાલી કોરવાડીયા, ડો. ઘટના કથીરીયા, ડો. અંકુર વરસાણી, ડો. ડેનીશ આરદેસણા, ડો. રાજેશ રામ, ડો. પ્રવીણ ગોજીયા,ડો. યશ કાકડીયા, ડો. ધ્રુવ કોટેચા, ડો. હાર્દિક વેકરીયા, ડો. જવલંત ચગનીવરણી કરવામાં આવી છે.

 આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાકડીયા હાજર રહ્યા હતા અને ઈન્‍સ્‍ટોલેશન ઓફીસર તરીકે ડો. પારસ શાહ દ્વારા નવી ટીમને હોદાની ફરજો સમજાવી શપથવિધિ કરાવવામાં આવી હતી. શપથવિધિ સમારોહના ભાગરૂપે ડો. કાંત જોગાણી, ડો. અમિષ મહેતા, ડો. રાખોલીયા સહિત તેમની ટીમના માર્ગદર્શનમાં તબીબ પરીવારો દ્વારા નાટક, ડાન્‍સ, સંગીત, મિમિક્રી જેવા સાંસ્‍કળતિક કાર્યક્રમો યોજાયા હતાં.

આઈ.એમ.એ.-રાજકોટની નવ નિયુક્‍ત ટીમને આઈ.એમ.એ. ગુજરાતના ઉપ પ્રમુખ ડો. દિપેશ ભાલાણી, ઈન્‍ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતના ઝોનલ સેક્રેટરી ડો. જય ધીરવાણી, ટ્રસ્‍ટી અને રાષ્‍ટ્રીય અગ્રણી ડો.અતુલ પંડયા, ડો. ભરત કાકડીયા, ડો. યજ્ઞેશ પોપટ, ડો. એમ. કે. કોરવાડીયા, ડો.ભાવેશ સચદે, ડો. હિરેન કોઠારી, ડો. ચેતન લાલસેતા,ડો. સંજય ભટ્ટ, ડો. પારસ શાહ, પેટ્રન ડો. પ્રકાશ મોઢા, ડો. કીર્તિ પટેલ, ડો. નિતીન ટોલીયા, ડો. અમીત હપાણી, ડો. રશ્‍મી ઉપાધ્‍યાય, આમંત્રીત મહાનુભાવો ડો. દર્શીતા શાહ, ડો. દર્શના પંડયા, ડો. નિતીન લાલ, ડો. ગૌરવી ધ્રુવ, ડો. પ્રફુલ કમાણી, ડો. વસંત કાસુંન્‍દ્રા સહિત તબીબી અગ્રણીઓ અને સમાજના આગેવાનો દ્વારા શુભેચ્‍છા પાઠવવામાં આવી છે.

(3:21 PM IST)