તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Monday, 7th April 2025
ધરમ સિનેમા પાસે અકસ્માતઃ બાઇકચાલક ગંભીર, ઠોકરે ચડેલા મહિલાને પણ ઇજા
દેવપરાના વિજયભાઇ પાટડીયા આટો મારવા નીકળ્યા ને અકસ્માત નડયો

રાજકોટઃ રવિવારની રાતે અગિયારેક વાગ્યે ધરમ સિનેમા (આર વર્લ્ડ) નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં દેવપરામાં રહેતાં બાઇકચાલક વિજયભાઇ ખુશાલભાઇ પાટડીયા (ઉ.વ.૪૫) ઘરેથી બાઇક લઇને આટો મારવા નીકળ્યા હોઇ આર વર્લ્ડ પાસે વર્ધમાનનગર-૬માં રહેતાં પારૂલબેન મનિષભાઇ નડ્ડા (ઉવ.૪૨) બાઇકની ઠોકરે ચડી જતાં વિજયભાઇ અને પારૂલબેન બંનેને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જો કે મહિલાને સારવાર બાદ રજા અપાઇ હતી. જ્યારે વિજયભાઇ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. તે ઇમિટેશનનું કામ કરે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે બે ભાઇ અને બે બહેનમાં નાના છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
(3:55 PM IST)










