News of Monday, 7th April 2025
શહેરના ૧૮ર૯ નાગરીકોએ રામવન નિહાળ્યું
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રામાનવમીના દિવસે વિનામૂલ્યે પ્રવેશ અપાયો હતો

રાજકોટ તા. ૭: રાજકોટ શહેરના વોર્ડ નં.૧૫માં આજી ડેમ પાસે, કિશાન ગૌ શાળા રોડ પર મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવન પ્રસંગોને આવરી લેતું સંપૂર્ણ કુદરતી વાતાવરણ ધરાવતું અર્બન ફોરેસ્ટ ‘‘રામવન'' આજી ડેમ પાસે વિકસિત કરી, જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે.ગઈકાલ તા.૦૬-૦૪-૨૦૨૫ના રોજ ‘‘રામનવમી'' નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ‘‘અર્બન ફોરેસ્ટ'' (રામવન)ની મુલાકાત માટે તમામ મુલાકાતીઓને નિઃશુલ્કની પ્રવેશ આપવામાં આવેલ. જેમાં કુલ-૧૮૨૯ મુલાકાતીઓએ રામવનમાં નિઃશુલ્ક પ્રવેશ મેળવી રામવનની મુલાકાત લીધી હતી તેમ, રાજકોટ મહાનગરપાલિકાના સતાવાર યાદીમાં જણાવ્યું હતું. ગઈકાલ ‘‘રામનવમી'' નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકો માટે નિઃશુલ્ક પ્રવેશના નિર્ણયથી ૩ થી ૧૨ વર્ષના કુલ-૩૦૭ અને ૧૨ વર્ષથી મોટી ઉંમરના કુલ-૧૫૨૨ સહીત કુલ-૧૮૨૯ મુલાકાતીઓએ રામવનની નિઃશુલ્ક મુલાકાત લીધી હતી.
(4:02 PM IST)










