News of Monday, 7th April 2025
પીએસઆઇનું પ્રમોશન મેળવનારા શહેર પોલીસના ૧૬ એએસઆઇનો પીન સેરેમની યોજવામાં આવ્યો

રાજકોટઃ શહેર એસઓજીમાં એનડીપીએસ સેલમાં નોંધપાત્ર ફરજ બજાવનારા ૧૬ એએસઆઇનો પીન સેરેમની પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાયો હતો. જેમાં પ્રમોશન મેળવનારા એએસઆઇ સાથે તેમના પરિવારજનો પણ હાજર રહ્યા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને જેસીપી મહેન્દ્ર બગડીયાના હસ્તે પીન સેરેમની યોજાયો હતો. જેમાં માલવીયા પોલીસમાં ફરજ બજાવતા પુષ્પાબેન પરમારને બઢતી સાથે ભાવનગર, ગજેરા કિંજલબેનને સુરત, સુધાબેન પાદરિયાને કચ્છ(ભુજ), કાજલબેન માઢકને બોટાદ, રાજકોટ ક્રાઇમબ્રાન્ચમાં ફરજ બજાવતા ચેતનભાઈ ચાવડાને જૂનાગઢ, ગૌતમભાઈ પરમારને સુરત શહેર, ગાંધીગ્રામમાં સાયબર સેલમાં ફરજ બજાવતા જે.કે.જાડેજાને ઇન્ટેલિજેન્સ ગાંધીનગર, રાજુભાઇ કોડિયાતરને અમદાવાદ શહેર, પ્ર. નગરના ડી. વી. ખાંભલાને કચ્છ (પૂર્વ) ગાંધીધામ, એસઓજીમાં ફરજ બજાવતા ડી. બી. ખેરને જૂનાગઢ વિભાગમાં, બાલાસરા ધમેશભાઈને જૂનાગઢ શહેર, કેતનભાઈ ચાવડાને જામનગર, એમ.એમ.કુંભારવાડિયાને કચ્છ (ભુજ), જલદીપસિંહ વાઘેલાને અમરેલી શહેર, એમ.વી.લુવાને અમરેલી શહેર, એ.વી.બકુત્રાને ભાવનગરમાં પીએસઆઇની બઢતી સાથે મુકાયા હોઇ તમામનો પીન સેરેમની યોજાયો હતો. તમામને પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તરફથી શુભેચ્છા અપાઇ હતી.
(4:04 PM IST)










