News of Monday, 7th April 2025
ભાગવત સપ્તાહમાં આકર્ષક ફોટોગ્રાફી થકી સોનામાં સુગંધ ભળી
રાજકોટ લોહાણા મહાજન આયોજીત - ટાંક ડીજીટલ સ્ટુડીયો, કેશોદના ઉમેશભાઇ ટાંક, પ્રકાશભાઇ ટાંકની ટીમ તથા રાજકોટના ધવલભાઇ કક્કડ દ્વારા સુપર્બ ફોટોગ્રાફી કરવામાં આવીઃ લાઇવ લીંક આપવામાં પણ ઉમદા સહયોગ આપ્યો

રાજકોટ તા.૭: રાજકોટ લોહાણા મહાજન આયોજીત પવિત્ર ૧૦૮ શ્રીમદ્ ભાગવત સપ્તાહના ભવ્ય- દિવ્ય- જાજરમાન આયોજનમાં ટાંક ડીજીટલ સ્ટુડીયો, કેશોદના શ્રી ઉમેશભાઇ ટાંક, શ્રી પ્રકાશભાઇ ટાંક તથા તેમની ટીમ દ્વારા અને રાજકોટના રઘુવંશી અગ્રણી શ્રી ધવલભાઇ કક્કડ દ્વારા આકર્ષક ડીજીટલ ફોટોગ્રાફી કરવામાં આવી હતી. સુપર્બ ફોટોગ્રાફીએ સોનામાં સુગંધ ભેળવી દીધી હતી. સમયને અનુરૂપ હાઇ રીઝોલ્યુશન્સ સાથેના વિવિધ એન્ગલથી અનેક લાજવાબ ફોટોગ્રાફસ લેવામાં આવ્યા હતા. જે જીંદગીભરની યાદગીરીરૂપ રહેશે જેમાં બેમત નથી.
શ્રીમદ્ ભાગવત કથામાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોની લાઇવલીંક આપવામાં પણ ટાંક ડીજીટલ સ્ટુડીયો, કેશોદ દ્વારા ઉમદા સહયોગ આપવામાં આવ્યો હતો.(૨.૨૭)
(4:04 PM IST)










