હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મચ્છરજન્ય રોગમાં રાહતઃ એક પણ કેસ નહીં સીઝનલ રોગચાળો ઘટયોઃ ૧૪૪૯ દર્દી નોંધાયા
મનપા દ્વારા ૨૧૯૫૫ ઘરોમાં પોરાનાશક કામગીરીઃ મચ્છર ઉત્પતી સબબ ૨૨૬ને નોટીસ

રાજકોટ તા.૭: શહેરમાં શરદી,તાવ, ઝાડા, ઉલ્ટીના ૧૪૪૯ થી વધુ દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે. જયારે મચ્છરજન્ય રોગનો એક પણ કેસ નોંધાયો નથી.
શહેરમાં છેલ્લા અઠવાડીયામા ગરમીની અસર જોવા મળતા પાણીજન્ય રોગોમાં રાહત જોવા મળી છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૩૧ માર્ચથી તા. ૬ એપ્રિલ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના એકપણ કેસ નહીં
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુ ચિકનગુનીયા તથા મેલેરીયાના કેસ નોંધાયો નથી.
શરદી-તાવના ૧૪૪૯ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૬૧૨ તેમજ સામાન્ય તાવના ૬૬૩ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૬૭ કુલ ૧૪૪૯ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૧૭૦૮ તેમજ સામાન્ય તાવના ૧૦૨૭૯ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૨૩૭૪ તથા ટાઇફોડનો ૩૧ તેમજ કમળાના રર તથા મરડાનાં એક પણ કેસ નોંધાયા નથી.
મચ્છર ઉત્પતિ સબબ ૨૨૬ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૨૧૯૫૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા પ૨૦ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૫૭૭ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૨૨૬ લોકોને નોટીસ પાઠવી હતી.










