<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

રવિવારે શાળા-કોલેજ- યુનિવર્સિટી રૂટની ૪૦ બસો બંધ રહેશે

૧૭ રૂટ સન્‍ડે- શેડયુલ મુજબ દર રવિવારે ઓફ રોડ રાખવામાં આવશે

રાજકોટ તા.૭: શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી.(SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. જે સબબ કુલ ૮૦ રૂટ પર ૧૦૦ CNG તથા ૧૨૪ ઇલે. એમ કુલ ૨૨૪ બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. રવિવારના દિવસે સ્‍કુલ, કોલેજ તેમજ યુનીવર્સીટી વિગેરેમાં રજા રહેતી હોય, આવા ૧૭ રૂટમાં પેસેન્‍જરની માત્ર નહીવત રહેતી હોય/અન્‍ય રૂટ-બસના વિકલ્‍પ ઉપલબ્‍ધ હોય, તેવા ૧૭ રૂટને રવિવારે બંધ રાખવામાં આવ્‍યાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્‍યો છે.

કયા રૂટ બંધ રહેશે

રૂટ નં.૧૧ ત્રિકોણબાગ થી શાપર વેરાવળ, રૂટ નં.૧૯ ૧૩૧ સ્‍લમ ક્‍વાટર થી વાવડી ગામ (વ્રજ વિલા એપાર્ટમેન્‍ટ), રૂટ નં.૨૬ વાવડી ગામ (આંગન રેસીડેન્‍સી) થી શ્‍યામજીક્રુષ્‍ણ વર્મા ટાઉનશીપ, રૂટ નં.૪૦ સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીથી સંતોષીનગર (શિવાલય ચોક)રૂટ નં.૪૪ ત્રિકોણબાગથી ત્રંબા ગામ, રૂટ નં.૪૫ સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી થી રતનપર મંદિર, રૂટ નં.૪૬ ત્રિકોણબાગથી અર્પીત એન્‍જી. કોલેજ(હડાળા ગામ) રૂટ નં.૪૭ કોઠારીયા ગામ થી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, રૂટ નં.૫૪ ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્‍પ (મેઇન ગેઇટ) થી રાધા પાર્ક (કોઠારીયા ગામ), રૂટ નં.૭૮ ઉમા પી.ટી.સી. કોલેજથી મારવાડી કોલેજ, રૂટ નં.૮૫ પ્રદ્યુમન પાર્કથી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, રૂટ નં.૯૨  ત્રિકોણબાગથી બેડી ચોકડી, રૂટ નં.પ૬D ત્રિકોણબાગથી ગર્વમેન્‍ટ એન્‍જીનીયરીંગ કોલેજ, રૂટ નં.૫૭D ત્રિકોણબાગથી ગર્વમેન્‍ટ એન્‍જીનીયરીંગ કોલેજ, રૂટ નં.૭૯ પરાપીપળિયાથી આજીડેમ ચોકડી, રૂટ નં.૮૨ ભક્‍તિનગર સર્કલથી એઈમ્‍સ હોસ્‍પિટલ, રૂટ નં.૮૬ ગોંડલ ચોકડીથી મારવાડી કોલેજ સહિતના ૧૭ રૂટની ૪૦ બસો બંધ રહેશે.

(4:09 PM IST)