News of Monday, 7th April 2025
જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાલ સ્થગિતઃ ફરી ફરજ પર હાજર

રાજકોટ, તા. ૭: ગુજરાત રાજયમાં આરોગ્ય કર્મચારી મહાસંઘના એલાન મુજબ પખવાડીયાંથી ચાલતી પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાલ અટકાવી દેવામાં આવી છે. સરકાર પાસેથી વાટાઘાટ મુજબ આજથી કર્મચારીઓ ફરી ફરજ પર હાજર થવા લાગ્યા છે. કર્મચારીઓની ગ્રેડ- પે ની માંગણી તેમજ ખાતરીથી પરીક્ષાની માંગણી અંગે સરકારે હકારાત્મક રીતે વિચારવાની હૈયા ધારણા આપતા તેમજ હડતાલ દરમ્યાન હડતાલ પરના કર્મચારીઓ દ્વારા લેવાયેલ પગલા પાછા ખેચવા સરકારે વચનઆપતા હડતાલ ૨ માર્ચ માટે સ્થગિત કરવામાં આવ્યાનું કર્મચારી વર્તુળો જણાવે છે.
દરમિયાન રાજકોટ જીલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ અશોક જોષીએ જણાવેલ કે પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદેદાર અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ વચ્ચે ફળદાયિ બેઠક યોજાયેલ મહાસંઘના આદેશ મુજબ રાજકોટ જીલ્લાપંચાયતના કર્મચારીઓ હડતાલ પૂર્ણ કરી ફરી ફરજ પર હાજર થવા લાગ્યા છે.
(4:16 PM IST)










