News of Monday, 7th April 2025
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહમાં પંચનાથ મંદીર ટ્રસ્ટની ટીમ દ્વારા અનન્ય સેવા
જાગૃત, સેવાભાવી કોર્પોરેટર અને ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઇ માંકડના નેતૃત્વ હેઠળ ગ્રાઉન્ડ, મંડપ સર્વિસ, બેઠક વ્યવસ્થા, પાણી, મહાપ્રસાદ સહિત તમામ ક્ષેત્રે સરાહનીય કામગીરી બજાવી

રાજકોટ, તા., ૭ : વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન રાજકોટ લોહાણા મહાજન દ્વારા પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને યોજાયેલ ભવ્ય-દિવ્ય-જાજરમાન પવિત્ર શ્રીમદ ભાગવત સપ્તાહમાં જાગૃત, સેવાભાવી કોર્પોરેટર અને પંચનાથ હોસ્પીટલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દેવાંગભાઇ માંકડના સફળ નેતૃત્વ હેઠળ પંચનાથ મંદીર ટ્રસ્ટની સમગ્ર ટીમ દ્વારા નિઃસ્વાર્થપણે અનન્ય સેવા આપવામાં આવી હતી.
શ્રીમદ ભાગવત સપ્તાહના આયોજન તબક્કાથી જ સાથે રહેલા શ્રી દેવાંગભાઇ માંકડ તથા સમગ્ર ટીમે વિશાળ રેસકોર્ષ ગ્રાઉન્ડ અને તેનું મેનેજમેન્ટ, મંડપ સર્વિસ, જર્મન ડોમની માપ સાઇઝ, હજારો ભાવિકોની બેઠક વ્યવસ્થા, મહાપ્રસાદ, છાશ-પાણીની વ્યવસ્થા સહીત તમામ ક્ષેત્રે પરફેકટ પ્લાનીંગ સાથે સરાહનીય કામગીરી બજાવી હતી. સમગ્ર ટીમ સતત દોડતી રહી હતી અને ઐતિહાસિક ભાગવત સપ્તાહને સફળ બનાવવામાં સિંહફાળો આપ્યો હતો.
શ્રી દેવાંગભાઇ માંકડ સાથે તેમની સમગ્ર ટીમ ભરતભાઇ રામાવત, કલ્પનાબેન રામાવત, રમાબેન રામાવત, નેહલબેન વચ્છરાજાની, વસંતભાઇ જસાણી, સંજયભાઇ ગોસાઇ, કિશન ભટ્ટ, વલ્લભદાસભાઇ કારીયા, સાગરભાઇ જાની, વિશાલભાઇ ટંકારીયા, જગદીશભાઇ, જતીનભાઇ માનસેતા, અશોકભાઇ સામાણી, જીણુભા ગોહીલ, કાનભા જાડેજા, મનસુખભાઇ બારૈયા, વલ્લભભાઇ સુરાણી, વિપુલભાઇ, નિરલભાઇ બુધ્ધદેવ, રાજેશભાઇ જસાણી, નિરવભાઇ રૂપારેલ, જીતેશભાઇ બદીયાણી, ઉમંગભાઇ, રાજેન્દ્રસિંહ, મયુરભાઇ નેનસોનૈયા, પિયુષભાઇ કુંડલીયા, મીનાક્ષીબેન ભટ્ટ, અમીબેન પારેખ, ભાવિષાબેન લાલકીયા, પ્રભાબેન લાલકીયા, બિન્દુબેન દવે, દીપાબેન કાચા, ધરતીબેન ભટ્ટ, દેવયાનીબેન રાવલ, સ્મિતાબેન ટાંક, ગોપીબેન પીઠડીયા, મીનાબેન પીઠડીયા, બાબુભાઇ રાણપરીયા, પ્રકાશભાઇ આહયા, હસુભાઇ સગપરીયા, હિતેષભાઇ જેઠવા, દિલીપભાઇ (લોધાવાડ), ભાવીનભાઇ ગઢવી, ઇલાબેન પડીયા, તૃષાબા ગોહીલ, જયશ્રીબેન વ્યાસ, કિર્તીબેન દાવડા, મંજુબેન પરમાર, પલ્લવીબેન ચૌહાણ, રમીલાબેન મનાણી, રિધ્ધીબેન સોની, શર્મિલાબેન જોષી, શિલ્પા બેન કારીયા, સીમાબેન અગ્રવાલ, સોનલબેન સિધ્ધપુરા, વૈશાલીબેન વાઘેલા, તારાબેન ઝાલા, ભારતીબેન પંડયા, રસીકભાઇ લાડાણી, માલતીબેન લાડાણી, શારદાબેન વાગડીયા, ચંદ્રકાંતભાઇ ઝાલા, હિનાબેન પટેલ, હર્ષિદાબા કણોજીયા, મનિષાબેન કુંડલીયા, ધર્મિષ્ઠાબેન બદીયાણી વિગેરેએ સમગ્ર ભાગવત સપ્તાહ દરમ્યાન કાબીલેદાદ-પ્રેરણાદાયી ફરજ બજાવી હતી. (૪.૩૫)
(4:18 PM IST)










