News of Tuesday, 8th April 2025
રાજકોટમાં ભાજપનું કાર્યકર સંમેલનને સંબોધતા બ્રિજેશ મેરજા

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ૧૮૨ વિધાનસભામાં સક્રિય સદસ્ય સંમેલન યોજવાનું નકકી કર્યું છે તે મુજબ કાલે સાંજે રાજકોટ ખાતે દક્ષિણ વિધાનસભામાં સંમેલન યોજાયેલું તેના મુખ્ય વકતા તરીકે પૂર્વ પંચાયતમંત્રી શ્રી બ્રિજેશ મેરજા હતા. તેમણે સંમેલનમાં જનસંઘથી ભાજપ પક્ષની યાત્રાની વિગતો તેમજ ગુજરાત અને ભારત સરકારની કામગીરી વર્ણવી હતી. સંમેલનમાં ભાજપના આગેવાનો ભરત બોઘરા, માધવ દવે, રામભાઇ મોકરિયા, ઉદય કાનગડ, રમેશ ટીલાળા, મુકેશ દોશી, નયનાબેન પેઢડિયા વગેરે ઉપસ્થિત રહયા હતા.
(1:34 PM IST)










