<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

ભાગવત સપ્તાહના બ્રાન્‍ડીંગ ક્ષેત્રે એ.પી. એડઝનો મહત્‍વનો ફાળો

રાજકોટ લોહાણા મહાજન આયોજીત કંપનીના ડીરેકટર દિપકભાઇ કાનાબારના નેતૃત્‍વ હેઠળ સમગ્ર ટીમની ગ્રાફીક ડીઝાઇન ક્ષેત્રે સફળ કામગીરી

રાજકોટ, તા. ૮: વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા સુપ્રસિધ્‍ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્‍યાસાસને રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે પવિત્ર ૧૦૮ શ્રીમદ્‌ ભાગવત સપ્તાહનું ભવ્‍ય-દિવ્‍ય-જાજરમાન આયોજન સંપન્ન થયું છે. અલૌકીક ભાગવત કથામાં શરૂઆતથી જ બ્રાન્‍ડીંગ મટીરીયલ્‍સના નિર્માણમાં રાજકોટની વિખ્‍યાત ગ્રાફીક ડીઝાઇનીંગ કંપની એ.પી. એડઝ (AP ADS) નો મહત્‍વનો ફાળો જોવા મળ્‍યો હતો. પવિત્ર કથાની કંકોત્રી ઇન્‍વીટેશન કાર્ડ, ફલેકસ બેનરો, હોર્ડીગ્‍સ વિગેરે તૈયાર કરવામાં કંપનીના ડીરેકટર શ્રી દિપકભાઇ કાનાબારના નેતૃત્‍વ હેઠળ શ્રી હિતેશભાઇ ખખ્‍ખર, જતીનભાઇ શાહ, નિરવભાઇ શેઠ સહિતની સમગ્ર ટીમે સફળ અને સરાહનીય કામગીરી બજાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે એ.પી. એડઝ, રાજકોટ દ્વારા ક્રિએટીવ કન્‍સેપ્‍ટનું નિર્માણ, સચોટ વિઝયુનલ, પ્રોપર માર્કેટીંગ, સમયને અનુરૂપ પ્રિન્‍ટીંગ મટીરીયલ્‍સ, બ્રાન્‍ડીંગ કન્‍સલ્‍ટન્‍સી, ડીજીટલ માર્કેટીંગ, રીઅલ એસ્‍ટેટ ક્ષેત્રે એડવાન્‍સ ટેકનોલોજી સાથે કામગીરી વિગેરે બાબતે સમયની જરૂરીયાત મુજબ કામગીરી કરવામાં આવી રહી છે

(2:34 PM IST)