News of Tuesday, 8th April 2025
રાજકોટ શહેર-જીલ્લામાં વકફ બોર્ડની મીલ્કતો શોધી કાઢવા કલેકટર તંત્રના શ્રી ગણેશ
કલેકટર પ્રભવ જોષીએ સ્ટાફ પાસેથી વિગતો માંગીઃ પરંતુ કલેકટર કચેરીમાં આવી કોઇ મીલ્કતોની કોઇ વિગતો નથી કાલે આર.ઓ.મીટીંગમાં પણ આ મુદ્દે સમીક્ષાની સંભાવના : હાલ કોઇ મામલતદાર-પ્રાંતને સર્વે અંગે કોઇ આદેશો નહિ ... થોભો અને રાહ જુઓની નીતિ અપનાવતુ તંત્ર : તંત્ર સર્વે શરૂ કરાવશે ત્યારે દરેક મામલતદાર પોતાના વિસ્તારના ગામડા ચકાસશે

રાજકોટ, તા. ૮ : તાજેતરમાં વકફ બોર્ડ અંગે લોકસભા તથા રાજયસભામાં સુધારાબીલ પાસ થયું અને રાષ્ટ્રપતિજીએ બીલને મંજુરી આપી દેતા હવે કાયદો બની ગયો છે.
આખા દેશમાં વકફની મીલ્કતો અંગે રેવન્યુ રાહે કોઇ વિવાદ થાય તો તે અંગે ઉકેલ લાવવા કમિટી નિમાઇ છે, અને તેના ચરેમેન જે તે જીલ્લાના કલેકટરને નિયુકત કરાયા છે.
દરમિયાન વકફ બોર્ડ અંગે બીલ બનતા રાજકોટ કલેકટર તંત્ર પણ શહેર-જીલ્લાના વકફ બોર્ડની જમીન-મકાન-પ્લોટ કે અન્ય કોઇ મીલ્કતો આવેલી છે કે કેમ તે શોધી કાઢવા શ્રી ગણેશ કર્યાનું, તજવીજ હાથ ધર્યાનું ટોચના અધિકારી સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.
આ અધિકારી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ કલેકટરશ્રીએ પણ પોતાના સ્ટાફ પાસે શહેર-જિલ્લામાં આવી કોઇ મીલ્કતો હોય તો તે અંગે વિગતો માંગી હતી, પર઼ંતુ પ્રાથમિક માહિતી મુજબ હાલ આવી કોઇ મીલ્કતોની માહિતી કલેકટર કચેરીમાં નથી.
આ પ્રશ્ન ભારે રસપ્રદ છે, એટલે કાલે આર.ઓ. મીટીંગમાં પણ આ મુદ્દે સમીક્ષા થવાની સંભાવના છે, હાલ તો કોઇપણ મામલતદાર કે પ્રાંતને વકફ બોર્ડની મીલ્કતો તેમના વિસ્તારમાં આવેલી છે કે કેમ તે અંગે સર્વે કરવા કલેકટરના કોઇ આદેશો થયા નથી, તંત્ર હાલ બીલની રાહ જોઇ રહ્યું છે, કલેકટરશ્રીએ મૌખીક રીતે માંગી છે, જાણી છે, હાલ તો તંત્ર થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યુ઼ છે, પરંતુ તંત્ર જયારે સર્વે શરૂ કરાવશે ત્યારે દરેક મામલતદારે પોતાના દરેક ગામોની મીલ્કતો ખાસ ચકાસવી પડશે તેમાં જો કોઇ મીલ્કતો વકફ બોર્ડની હશે અને તેનો કોઇ રેવન્યુ આધાર નહિ હોય તો તે અંગે કાયદા મુજબ કાર્યવાહી થશે, હાલ તો વકફ બોર્ડના કાયદા અંગે કલેકટર તંત્રના કર્મચારીઓ -અધિકારીઓમાં ચર્ચા જામી છે, દરમીયાન અન્ય એક ટોચના અધિકારીએ જણાવેલ કે આવી મીલ્કતો અંગેનું લીસ્ટ સંભવત કાલે મળી પણ શકે છે. !!
(3:25 PM IST)










