News of Tuesday, 8th April 2025
કિશાનપરા વિસ્તારમાં ખાનગી ટાવરનો ઘોંઘાટઃ લોકો ત્રાહીમામ
વિસ્તારવાસીઓ દ્વારા મ્યુનિ. કમિશનરને રજુઆતઃ તાકીદે યોગ્ય કરવા માંગ

રાજકોટ, તા., ૮: શહેરના કિશાનપરા, રેસકોર્ષ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખાનગી ટાવરના અવાજની લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ અંગે તાત્કાલીક યોગ્ય કરવા વિસ્તારવાસીઓએ મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી રજુઆત કરી છે.
આ અંગે વિસ્તારવાસીઓએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે,શહેરના કિશાનપરા ૪/પ આર.એમ.સી. સોસાયટી રેસકોર્ષ સામે જ રહેણાંક વાસીઓને શાંતિ મળતી નથી જેની શાંતિભંગ કરી રહેલ મોબાઇલ ટાવર કે. ઇલે. શેનું છે. જે થોડા સમયથી વધુ ગાઝી રહયું છે. તે હાલમાં ત્રણ ઉપરાંત માસથી જબરજસ્ત રીતે ખડકાયું છે.
વિજળી ગુલ થાય લાઇટ કાપ હોય ત્યારે તેનું જનરેટર બેફામ અવાજ કરતું શાંત વાતાવરણ જે રાત્રે ને વહેલી સવારે ઘોંઘાટ સ્પષ્ટ સંભળાય છે. સીનીયર સીટીઝન, બિમાર લોકોને બાળકો, વિદ્યાર્થીને ભણતરમાં મુશ્કેલી પડે છે
(4:14 PM IST)










