<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

કાલથી એડવાન્‍સ મિલ્‍કત વેરા વળતર યોજનાનો પ્રારંભ : સત્તાવાર જાહેરાત

વન ટાઈમ ઈન્‍સટોલમેન્‍ટ સ્‍કીમ ૨.૦નો પણ શુભારંભઃ તા.૩૧ મે સુધીમાં વોર્ડ ઓફીસ અથવા ઓનલાઇન નોંધણી કરાવી મિલ્‍કતધારક લાભ લઇ શકશેઃ મેયર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓની અપીલ

રાજકોટ, તા. ૮, મહાનગરપાલિકા દ્વારા આજે  એડવાન્‍સ મિલ્‍કત વેરો પાણી દર પર વળતર યોજનાનો શુભારંભ થઇ રહ્યો છે, ટેક્‍સની રકમ ઓનલાઇન/ઓફલાઈન, તમામ સિવિક સેન્‍ટર અને તમામ વોર્ડ ઓફિસ ખાતે ભરી શકાશે, તેમ મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિ. કમિશનર  તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા  લીલુબેન જાદવ અને દંડક  મનીષભાઈ રાડિયાએ જાહેરાત કરી છે.

 નવા નાણાંકીય વર્ષમાં વસુલાત શરૂ કર્યાની તા.૩૧મે ૨૦૨૫ સુધીમાં સામાન્‍યકર, પાણી ચાર્જ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્‍શન ચાર્જની રકમના ૧૦% વળતર તથા તા.૦૧ જુન, ૨૦૨૫થી તા.૩૦ જુન-૨૦૨૫ સુધીમાં પ% વળતર આપવામાં આવશે.

ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલ્‍કતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ ૫ ટકા વળતર ઓનલાઇન પેમેન્‍ટ કરનાર મિલ્‍કત ધારકને   વિશેષ  ૧ ટકા વળતર

સતત ત્રણ વર્ષથી આવી યોજના દરમ્‍યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ ૧ટકા વળતર તથા ૪૦ ટકા થી વધારે દિવ્‍યાંગતા હોય અને ફક્‍ત તેમના જ નામે હોય તેવી રહેણાંક મિલકતોને વિશેષ ૫ ટકા વળતર આપવામાં આવશે. (આવો લાભ ફક્‍ત એક મિલકત પૂરતો સિમિત રહેશે.)

 શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગના પરીપત્ર મુજબ આગામી નાણાંકીય વર્ષ  ૨૦૨૫-૨૬ દરમિયાન આર્મી મેન, એકસ આર્મી મેન કે તેમના વિધવા પત્‍ની,  તેમજ આર્મી મેન કે એકસ આર્મી મેનનાં પત્‍નીનાં નામથી આવેલ પોતાની માલિકીની એક મિલકત પુરતુ સામાન્‍યકરની રકમનાં ૧૦૦ ટકા વળતર આપવામાં આવશે. (આવો લાભ ફક્‍ત કોઈ એક રહેણાક મિલકત પૂરતો જ મર્યાદિત રહેશે.)

વન ટાઈમ ઈન્‍સટોલમેન્‍ટ

સ્‍કીમ ૨.૦

 આ યોજનાનો લાભ લેવા મિલ્‍કતધારક દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન તા.૩૧-૦૫-૨૦૨૫ સુધીમાં વોર્ડ ઓફીસ અથવા ઓનલાઇન નોંધણી (રજીસ્‍ટ્રેશન) કરાવીને મિલકત વેરા અથવા પાણીચાર્જના બીલમાં દર્શાવેલ ચાલુ વર્ષની (વ્‍યાજ સહિત) રકમના ૧૦૦ ટકા અને એરીયર્સની (વ્‍યાજ સહિત) રકમનાં ૨૫ ટકા જેટલી રકમનો પ્રથમ હપ્તો ભરવાનો રહશે. બાકીની ૭પ ટકા  રકમ આગામી ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન ૨પટકા,૨પ ટકા અને ૨૫્રુના ત્રણ હપ્તામાં ભરવાની રહેશે.

 નાણાકીય વર્ષની મીલ્‍કત વેરાની રકમ જે તે નાણાકીય વર્ષના ૩૦-સપ્‍ટેમ્‍બર સુધીમાં ભરપાઈ કરવાની રહેશે. અન્‍યથા આ યોજનાનો લાભઆપો આપ બંધ થશે. જે મિલકતધારક સળંગ ૪(ચાર) વર્ષ દરમ્‍યાન પોતાને ભરવાપાત્ર થતી કુલ રકમ નિયમિત ૪ વર્ષ દરમિયાન ભરપાઇ કરશે તો તે મિલકત માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે અન્‍યથા આ યોજનાનો લાભ આપોઆપ બંધ થશે.

   આ વન ટાઇમ ઇન્‍સ્‍ટોલમેન્‍ટ સ્‍કીમની વિશેષતા એ છે કે આ સ્‍કીમમાં જોડાવાથી જુની ચડત રકમ પર વાર્ષિક ૧૮ટકા લેખે લાગતુ વ્‍યાજ બંધ થઇ જશે. તેમજ ચડત રકમ ૦૪ વર્ષમાં ઇન્‍સ્‍ટોલમેન્‍ટમાં ભરવાની તક મળશે તેમજ મિલ્‍કતધારક સીલીંગ, નળ કનેકશન કપાત, ડ્રેનેજ કનેકશન કપાત તથા હરાજી જેવી કડક કાર્યવાહીથી બચી શકશે.

 વન ટાઇમ સ્‍કીમમાં

જોડાવાની પ્રક્રિયા

આ યોજનામાં જોડાવા મિલ્‍કતધારક તા.૩૧મે સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ WWW.RMC.GOV.IN Õß PROPERTY TAX સેકશનમાં TAX PAYMENT માં જઇ ONE TIME INSTALLMENT SCHEME  પર કલીક કરી (જે તે નાણાકિય વર્ષનો ચાલુ સાલનો વેરાની રકમ+ જુની ચડત રકમની ૨૫ટકા ઇન્‍સ્‍ટોલમેન્‍ટની રકમ)  ભરી જોડાઇ શકશે તેમજ પોતાના વિસ્‍તારની વોર્ડ ઓફીસ ખાતે જઈને યોજનામાં જોડાઈ શકે છે.

(4:00 PM IST)