તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Tuesday, 8th April 2025
ટી.પી. અને વોટર વર્ક શાખાના કર્મી ચાલુ ફરજે ગેરહાજર : મ્યુ. કમિશનરના સરપ્રાઇઝ ચેકીંગમાં પોલ ખુલી : નોટીસ અપાશે
મનપાના મ્યુ. કમિશનર તુષાર સુમેરાની વેસ્ટઝોન કચેરી, વોર્ડ ઓફીસ તથા નાના મવા આરોગ્ય કેન્દ્રમાં ઓચિંતી તપાસ

રાજકોટ, તા. ૮ મનપા દ્વારા લોકોને વિવિધ સુવિધાઓ આપવા ઝોન વાઇઝ કચેરીઓ સ્થાપવામાં આવી છે. ત્યારે નાગરિકોને ઝોન કચેરીઓમાં અગવડ નથી પડતીને તે ચકાસવા અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવે છે.
મ્યુ. કમિશનર તુષાર સુમેરા દ્વારા વેસ્ટ ઝોન કચેરીમાં ઓચીંતુ ચેકીંગ હાથ ધરાતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઉપરાંત શ્રી સુમેરાએ નાના મવા વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં પણ તપાસ કરી ફરજ ઉપર હોવા છતાં હાજર ન હોય તેવા કર્મચારીઓને ઉપર પગલા લેવા આદેશ આપ્યો હતો.
આ સરપ્રાઇઝ ચેકીંગ દરમિયાન વેસ્ટ ઝોન કચેરીની ટી.પી. શાખાના જયોત્સના ડોબરીયા તથા વોટર વર્કસ શાખા ડેપ્યુટી ઇજનેર હર્ષદ પરમાર ફરજ ઉપર હાજર ન હોય તેમને નોટીસ આપવા મ્યુ. કમીશનર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત મ્યુ. કમિશનરે વેસ્ટ ઝોન કચેરી અને આરોગ્ય કેન્દ્રમાં કામ સબબ આવેલા નાગરિકો સાથે પણ વાતચીત કરી તેમને પડતી અગવડતા-મુશ્કેલીઓ જાણી હતી.
(4:02 PM IST)










