<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

તમારે રિક્ષા ફેરવવી હોય તો અમને રૂપિયા દેવા પડશે કહી પડધરીના સમીર જૂણેજા પર હુમલો

ભરવાડ વાસમાં રહેતાં કમલેશ સહિતના પાંચ શખ્‍સોએ મોવૈયા ધારે આવી ધોકા-પાઇપના ઘા કર્યાઃ યુવાન રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૯: પડધરીના મોવૈયા ધારમાં રહેતાં રિક્ષાચાલક યુવાન સમીર ઇકબાલભાઇ જૂણેજા (ઉ.વ.૨૨) પર તે ઘર બહાર બેઠો હતો ત્‍યારે ભરવાડ વાસમાંથી આવેલા કમલેશ સહિતના પાંચ જેટલા શખ્‍સોએ ગાળાગાળી કરી ધોકા-પાઇપથી હુમલો કરી આડેધડ માર મારતાં સમીરને પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

સમીરે આક્ષેપો કરતાં કહ્યું હતું કે અગાઉ રિક્ષામાં બેસવા બાબતે અમારે કમલેશ સાથે બોલાચાલી થઇ હતી. ત્‍યારથી મનદુઃખ ચાલે છે. હું જ્‍યાં રિક્ષા ભાડા માટે ઉભી રાખુ છું ત્‍યાં હવે મારે ઉભવું હોઇ, રિક્ષા ફેરવવી હોય તો મારે તેને હપ્‍તા પેટે પાંચસો રૂપિયા દેવા પડશે તેમ તેણે કહી ધમકી દીધી હોઇ મેં રૂપિયા આપવાની ના પાડતાં ઘર પાસે આવી હુમલો કરાયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, ભગીરથસિંહે જાણ કરતાં આક્ષેપો અંગે પડધરી પોલીસે તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(11:34 AM IST)