તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
નવા રીંગ રોડ પર પરસાણા ચોક પાસે ચોરાઉ મોબાઇલ સાથે ધરમ ઉર્ફે રોહિત પકડાયો
તાલુકા પોલીસના હેડ કોન્સ હરપાલસિંહ જાડેજા, અજયભાઇ ભુંડીયા, કોન્સ બલભદ્રસિંહ જાડેજા અને શિવભદ્રસિંહ ગોહિલની બાતમી

રાજકોટ, તા.૯: નવા દોઢસો ફૂટ રીંગ રોડ પર પરસાણા ચોક પાસે તાલુકા પોલીસે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ નવા દોઢસો ફુટ રોડ પર પરસાણા ચોક પાસે એક શખ્સ ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઉભો હોવાની તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ હરપાલ સિંહ જાડેજા, અજયભાઇ ભુંડીયા, કોન્સ બલભદ્રસિંહ જાડેજા અને શિવભદ્રસિંહ ગોહિલને બાતમી મળતા પરસાણા ચોક પાસે બાઇક લઇને ઉભેલા ધરમ ઉર્ફે રોહિત પરેશભાઇ કતીરા (ઉ.વ. ૨૮) લઇને નવલનગર શેરી નં. ૯) ને રૂા. ૨૧૯૯૯ ની કિંમતના ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડી લીધો હતો. આ કામગીરી પી.આઇ.ડી.એમ. હરીપરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એમ. મહારાજ, હેડ કોન્સ કોશેન્દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, અજયભાઇ ભુંડીયા, કોન્સ મયુરસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા, નિકુંજભાઇ મારવીયા, શિવભદ્રસિંહ ગોહિલ, મહાવિરસિંહ જાડેજા, ઉગાભાઇ બાળા, બલભદ્રસિંહ જાડેજા અને અક્ષયભાઇ નાથાણી દ્વારા કરવામાં આવી હતી.
(4:32 PM IST)










