<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

દરેક ધર્મનો પાયો એક મુખ્‍ય મંત્રની આસપાસ રચાય છે : જૈન ધર્મનો શ્રેષ્‍ઠ મંત્ર નવકાર મહામંત્ર છે : સદ્‌ગુરૂદેવ પૂ. પારસમૂનિ મ.સા.

રાજકોટ : ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂજ્‍ય શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબ નાં સુશિષ્‍ય સદગુરુદેવ પારસમુનિ મહારાજ સાહેબે વિશ્વ નવકાર મહામંત્ર દિન નિમિત્તે દિવ્‍ય સાધનાલય કાલાવડ શિતલા માં તા. ૯ નાં રોજ ફરમાવ્‍યું હતું કે,નમો અરિહંતાણં, નમો સિધ્‍ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્‍ઝાયાણં , નમો લોએ સવ્‍વ સાહૂણં.

એસો પંચ નમુક્કારો, સવ્‍વ પાવપ્‍પણા સણો , મંગલાણં ચ સવ્‍વેસિં , પઢમં હવઈ મંગલમ્‌.

પંચ પરમેષ્ઠી નાં પાંચ પદ અને ચુલિકા નાં ચાર પદ મળે એમ નવ પદ પરથી નવકાર મહામંત્ર નામ રૂઢી પ્રયોગ માં આવ્‍યું.

જેના મનમાં શ્રી નવકાર, તેને શું કરશે સંસાર ! અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્‍યાય , સાધુ એ પાંચેયની શક્‍તિ નો સમવાય થતાં એ શક્‍તિનું પ્રમાણ કેટલું વધી જાય ? આ વિશ્વમાં કોઈ મંત્ર એવો નથી કે જેમાં આ રીતે પાંચ મહાન શક્‍તિઓ એક સાથે કામ કરતી હોય.

દરેક ધર્મનો પાયો એક મુખ્‍ય મંત્રની આસપાસ રચાય છે. એ ધ્‍વનિરૂપ બનીને અનંત આકાશમાં સંગ્રહિત થાય છે. જ્‍યારે એનું ઉચ્‍ચારણ કરીએ ત્‍યારે અંતરિક્ષમાંથી એની ભાવનાઓની આરાધક પર વળષ્ટિ થતી હોય છે. બીજ પર વર્ષા પડતાં જેમ એ ભૂમિમાંથી વળધ્‍ધિ પામી વળક્ષ બને છે, એ રીતે મંત્રોચ્‍ચારથી આકાશનાં ધ્‍વનિઓ મંગલ કામના પ્રગટ કરે છે. આજનું ધ્‍વનિવિજ્ઞાન પણ કહે છે કે જગતમાં ઉત્‍પન્ન થતો ધ્‍વનિ કદી નષ્ટ થતો નથી.

ઘણીવાર આપણને શિખર દેખાય છે, પણ એની પગદંડી જડતી નથી. નવકાર મહામંત્ર નું રટણ એ શિખર છે, જે હજારો વર્ષથી ઉચ્‍ચારાય છે, પણ એની પગદંડી મેળવવી જરૂરી છે.

મંત્રોની સળષ્ટિમાં નમસ્‍કાર મહામંત્રનો આગવો પ્રભાવ છે. મંત્રો તો ઘણા હોય છે. કિંતુ એમાં નમસ્‍કાર મહામંત્ર અનેરો અને અદ્વિતીય છે. એક વસ્‍તુ બીજી વસ્‍તુથી જે ગુણને લીધે એ જુદી પડે છે, તેને વિશેષતા કહેવામાં આવે છે. આંબા અને લીમડામાં વળક્ષત્‍વ સમાન હોવા છતાં તે દરેકને પોતાની વિશેષતા છે, અને તેનાં લીધે જ એક આંબા તરીકે તો બીજો લીમડાનાં વળક્ષ તરીકે ઓળખાય છે. અન્‍ય મંત્રો અને નમસ્‍કાર મંત્રમાં મંત્રત્‍વ સમાન છે, પણ નમસ્‍કાર મહામંત્ર પોતાની અનેકવિધ વિશેષતાઓને કારણે એ બધા મંત્રોમાં જુદો તરી આવે છે

(3:31 PM IST)