તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
રૈયા લાઇટ હાઉસ ગ્રુપ અને જીજાબાઇ ટાઉનશીપ દ્વારા શનિવારે હનુમાન જયંતિ અને સંત વેલનાથ ઉત્સવ ઉજવાશે

રાજકોટ તા. ૯ : અટલ સ્માર્ટ સીટી ન્યુ રેસકોર્ષ પાસે આવેલ લાઇટ હાઉસ ખાતે રૈયા લાઇટ હાઉસ ગ્રુપ અને જીજાબાઇ ટાઉનશીપ સોસાયટીના સંયુકત ઉપક્રમે તા. ૧૨ ના શનિવારે હનુમાન જયંતિ અને સંતરી વેલનાથ તીથી ઉત્સવનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્યુ હતુ કે જીજાબાઇ ટાઉનશીપમાં ૧૧૪૪ ફલેટ આવેલ છે. જે તમામ જ્ઞાતિ જાતિના ભેદ ભુલી ભાઇચારાની ભાવનાથી રહે છે. તમામ તહેવારોની અહીં સાથે મળી ઉજવણી કરવામાં આવે છે.
જેના ભાગરૂપે આગામી તા. ૧૨ ના શનિવારે હનુમાન જયંતિ અને સંતશ્રી વેલનાથ તીથી ઉત્સવનું આયોજન કરાયુ છે. શનિવારે સાંજે પ.૩૦ વાગ્યે દીપપ્રાગટય થશે. સાંજે ૬ વાગ્યે શોભાયાત્રા, સામૈયુ અને સાંજે ૭.૩૦ વાગ્યે મહાઆરતી થશે. રાત્રે ૮ વાગ્યે તમામ ફલેટધારકોનું સ્નેહમિલન યોજવામાં આવશે સાથે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખેલ છે. રાત્રે ૯ થી ૧૨ સુધી રાસોત્સવ જામશે. આ ઉત્સવ નિમિતે સાંજે ૬ થી ૯ રકતદાન કેમ્પ પણ રાખેલ છે. સમગ્ર ઉત્સવ જીજાબાઇ ટાઉનશીપ પુરતો મર્યાદીત છે.
છેલ્લા ત્રણેક વર્ષથી અહીં તમામ ઉત્સવોની ઉજવણી સાથે મળી કરવામાં આવે છે. જેથી સૌમાં સંપની ભાવના પ્રબળ બને.
સમગ્ર આયોજનને સફળ બનાવવા રૈયા લાઇટ હાઉસ ગ્રુપની સાથે જીજાબાઇ ટાઉનસીપ સોસાયટીના તમામ ગ્રુપો, મંડળો, સંસ્થાઓ જહેમત ઉઠાવી રહેલ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રૈયા લાઇટ હાઉસ ગ્રુપના ચેરમેન દેવાંગભાઇ કુકાવા (મો.૯૦૩૩૫ ૧૮૯૦૯), જીજાબાઇ ટાઉનશીપ સોસાયટીના પ્રમુખ જયેશભાઇ સોની, મયુરીબા પરમાર, પિયુશભાઇ જોશી, મયુરસિંહ પરમાર, નિલેશભાઇ શાહ, સુરેશભાઇ વાળા, કિશનભાઇ સિંધે, ધીરૂભાઇ બગથરીયા, હિતેન્દ્રભાઇ પરમાર, ક્રિષ્નાબેન પાતાણી નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા
(2:49 PM IST)










