તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા રવિવારે દીકરી વ્હાલનો દરીયો તૃતિય સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ
કરીયાવરમાં ૧૦૦ થી વધુ વસ્તુઓ અપાશેઃ સંતો, મહંતો, આગેવાનોની હાજરી

રાજકોટઃ સરદાર પટેલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા.૧૩ને રવિવારના રોજ સર્વજ્ઞાતિય ૧૧ દિકરીના તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે.
કુવાડવા રોડ પર આવેલ કાર્તિક પ્લોટ ખાતે સાંજે ૫ વાગ્યાથી શર/ૂ થનાર લગ્નોત્સવમાં દિકરીઓને આર્શીવાદ આપવા કનેસરા ધામના શ્રી રામભગત તથા રાજકીય, સામાજીક આગેવાનો હાજર રહેશે.
આ સમૂહ લગ્નોત્સવમાં દિકરીઓને સોના-ચાંદી સહિત ૧૦૦થી વધુ કરીયાવરની વસ્તુઓનો લાખેણો કરીયાવર આપવામાં આવશે. સમૂહલગ્નોત્સવમાં નામાંકિત કલાકારો, યોગીતા પટેલ, મોન્ટુ મહારાજ (ભુદેવ), મીતા ચૌહાણ, એન્કર રીવા, તન્ના સહિતનાઓ ભાતીગળ લગ્નગીતો થી લગ્નોત્સવની શોભા વધારશે.
આ આયોજનને સફળ બનાવવા સરદાર સમૂહ લગ્ન સમિતિના આાયોજકો જીતેન્દ્ર રાબડીયા, નીશાંત ગજેરા, રીંકલ પટેલ, જીજ્ઞેશ પટેલ, વિપુલ પટેલ, અંકિત ગજેરા, જીનેશ અકબરી, ડી.કે.પટેલ, રસીક પટેલ, કાનો લીંબાસીયા, લાલુ પટેલ, નીખીલ રૈયાણી, અલ્પેશ ઝાલાવડીયા, હિરેન રાંક, કમલેશ સુદાણી, કિશન રાબડીયા, રાહુલ ખૂંટ, ભાવેશ રામાણી જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે મો. ૯૭૨૫૧૪૧૪૧૪ ઉપર સંપર્ક કરી શકાય છે.
તસ્વીરમાં વિપુલ પટેલ, કાનો લીંબાસીયા, અલ્પેશ ઝાલાવડીયા, અંકીત ગજેરા, કિશન રાબડીયા, હિરેન રાંક નજરે પડે છે.
(3:28 PM IST)










