News of Wednesday, 9th April 2025
ભાજપ લોકશાહીને મજબૂત કરી રહયો છેઃ ઉદય કાનગડ સક્રીય સભ્યો વિચારધારાથી વિકાસના વાહકઃ માધવ દવે

વિધાનસભા-૬૮માં સક્રિય સભ્યો સંમેલનમાં આગેવાનોનું સંબોધઃ રાજકોટ, ભારતીય જનતા પાર્ટીના ૪૬માં સ્થાપના દિવસ અંતર્ગત પ્રદેશ ભાજપની યોજનાનુસાર ગુજરાતભરમાં વિધાનસભા સ્તરે પાર્ટીના સક્રિય સભ્યોના તોહમિલન સમારોહનું આયોજન કરવામાં આવેલ. તે અંતર્ગત ગીરીરાજ પાર્ટી પ્લોટ, મોરબી રોડ ખાતે ધારાસભ્ય ઉદય કાનગડ અને શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા ધ્વારા વિધાનસભા-૬૮નું સક્રિય સભ્ય સંમેલન યોજાયેલ હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઉદય કાનગડ, કાર્યક્રમના મુખ્ય વક્તા અને પૂર્વ સાંસદ હરીભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, મેયર નયનાબેન પેઢાડીયા, રાજ્યના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણી, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, શહેરના પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ કોર્પોરેટર ખીમજીભાઈ મકવાણા, શામજીભાઈ ચાવડા, સરગમ ક્લબના ગુશુભાઈ ડેલાવાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના પ્રારંભે વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન પર ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અંગેની ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેએ સ્વાગત પ્રવચન કરતા જણાવેલ કે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય હોવું એ ગૌરવની વાત છે. સક્રિય સભ્ય પાર્ટીમાં સક્રિયતાથી જોડાઈ સમાજમાં પાર્ટીની વિચારધારા ફેલાવી વિકાસનો વાહક બને છે. આ તકે મંચસ્થ મહાનુભાવોનું વિધાનસભા-૬૮ના વોર્ડ નં.૩, ૪, ૫, ૬, ૧૫, ૧૬ ના પ્રમુખ, મહામંત્રી, પ્રભારી તેમજ યુવા મોરચો, મહિલા મોરચો, બક્ષીપંચ મોરચા, કિસાન મોરચો, અનુ.જાતિ મોરચાના હોદેદારો બારા પુષ્પગુચ્છ અર્પન્ન કરી સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ઉદય કાનગડ ધ્વારા શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેને ગણપતિદાદાની મુર્તિ ભેટસ્વરૂપે આપવામાં આવેલ હતી તેમજ વિધાનસભા-૬૮ના નવનિયુક્ત વોર્ડ પ્રમુખ-મહામંત્રીઓનું ધારાસભ્ય ઉદય કાનગડ તથા મંચસ્થ મહાનુભાવો ધ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય ઉદય કાનગડએ ઉપસ્થિત અગ્રણીઓ તેમજ સક્રિય સભ્યોનું સન્માન કરતા જણાવેલ કે ૬ઠ્ઠી એપ્રીલ, ૧૯૮૦ના રોજ મુંબઈના સમતાનગર ખાતે સ્થાપાયેલી ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે ત્યારે તેના પાયામાં સંય અને જનસંયની વિચારધારા છે. લોકશાહીના ગર્ભમાંથી જન્મેલ ભારતીય જનતા પાર્ટી આજે કણીમાંથી વટવળક્ષ બની ચૂકી છે. ભારતીય જનતા પાર્ટી દેશની લોકશાહીને મજબુત કરવાની સાથોસાથ સમર્પલ સાથે દેશહિત માટે કામ કરી કરી રહી છે. ભારત વિશ્વગુરૂ બને તે માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગળહમંત્રી અમિતભાઈ શાહ કઠોર પરીશ્રમ કરી રહ્યા છે. ત્યારે આ વિકાસ યાત્રામાં વિચાર અને સંસ્કારથી ઘડાયેલા સ્વયંસેવક કે કાર્યકર્તા પોતે જ પક્ષના પિંડ સાથે જોડાઈ જતો હોય ત્યારે પાર્ટી અને વ્યક્તિ વચ્ચે કોઈ ભિન્નતા રહેતી જ નથી. આ તકે કાર્યક્રમના મુખ્ય વક્તા અને પૂર્વ સાંસદ હરીભાઈ પટેલએ પોતાના પ્રવચનના પ્રારંભે જણાવેલ કે, ઉપલો કાંઠો ધારાસભ્યમાં ખાટી ગયો છે, કારણ કે સેવા, સહકાર અને સંગઠનક્ષેત્રે સતત કાર્યરત એવા ધારાસભ્ય મળ્યા છે. હરીભાઈ પટેલના આ કથનને ઉપસ્થિત જનમેદની દ્વારા તાળીઓના ગડગડાટથી વધાવ્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલિયાએ અને અંતમાં આભારવિધિ શહેર ભાજપ ઉપાવ્યક્ષ રમેશભાઈ પરમારએ કરી હતી. કાર્યક્રમમાં વિધાનસભા-૬૮ના શહેરના હોદેદારો, વોર્ડ પ્રમુખ, પ્રભારી, મહામંત્રી, મોરચાના હોદેદારો, કોર્પોરેટરશ્રીઓ સહિતના ઉપસ્થિત રહયા હતા.
(4:04 PM IST)










