<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

દ્વારકાથી સોમનાથ દરિયો પાર કરનાર ૧ર કેન્‍સર વોરીયર્સ સાહસીકોને વધાવતા મનપા પદાધિકારીઓ

કેન્‍સર કેર ફાઉન્‍ડેશનના કુલ ૧ર કેન્‍સર વોરીયર્સ દ્વારા કયાંકિંગ પધ્‍ધતિથી સફર કરેલઃ દરરોજ રપ કિમી અંતર કાપેલ

રાજકોટ, તા. ૯: મહાનગરપાલિકાના સૌજન્‍યથી રાજકોટ ડીસ્‍ટ્રીકટ સ્‍વિમિંગ એસોસીએશન તથા ‘કેન્‍સર કેર ફાઉન્‍ડેશન'ના સંયુક્‍ત ઉપક્રમે કેન્‍સર વોરીયર્સ દ્વારા તા.૨૫ જાન્‍યુ. થી તા. ૦૪ ફેબ્રુઆરી સુધી દ્વારકાથી સોમનાથ સુધીના સમુદ્રી માર્ગ પર કયાકિંગ (હોડી રાઈડ) પધ્‍ધતિથી સફર કરવામાં આવેલ. આ સફર દરમ્‍યાન કેન્‍સર વોરીયર્સ દ્વારા દરરોજ ૨૫ કિ.મી. સમુદ્રી માર્ગ પર સફર કરવામાં આવેલ. આ સફર દરમ્‍યાન વચ્‍ચે આવતા ગામોમાં કેન્‍સર વોરીયર્સ દ્વારા ગામ લોકોના સહયોગથી ગામમાં કેન્‍સર અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્‍સર વોરીયર્સની આ કામગીરીને બિરદાવી અને સન્‍માનિત કરી રૂ.૧૧,૦૦૦/-ની સહાયના ચેક અર્પણ કરવાનો નિર્ણય કરવામાં આવેલ. જેના અનુસંધાને આજ તા. ૦૯ એપ્રિલ, બુધવારના રોજ દ્વારકાથી સોમનાથ સુધીના સમુદ્રી માર્ગ પર કયાકિંગ (હોડી રાઈડ) પધ્‍ધતિથી સફર કરેલ કુલ-૧૨ કેન્‍સર વોરીયર્સ રૂ.૧૧,૦૦૦ ની સહાયના ચેક અર્પણ કરી સન્‍માનિત કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ભારતીબેન કુરીયા, અશ્વિનભાઈ સોલંકી, પ્રવિણભાઈ હરિયાણી, મનોજભાઈ પરમાર, વાસુદેવભાઈ પટેલ, બીનાબેન હરિયાણી, નવનીતભાઈ પટેલ, પ્રવિણભાઈ મોટીવારસ, હેમાબેન કક્કડ, મંજુબેન મકવાણા, ભગવતીબેન બાસીડા, પુજાબેન ઠક્કર સહિતનાનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગર પાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, શિશુ કલ્‍યાણ અને ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સી.કે. નંદાણી, ઈ.ચા.આસી કમિશનર એન.કે. રામાનુજ, દીપેન ડોડિયા, મેનેજર કૌશિક ઉનાવા, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી. ઘોણીયા, ઈ.ચા.ચીફ ફાયર ઓફિસર અમિત દવે તથા કેન્‍સર વોરીયર્સ તથા તેમના પરીવારજનો વગેરે ઉપસ્‍થિત રહેલ હતા.(૬.૧૪)

(4:05 PM IST)