તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
રાજકોટમાં અગ્નિવર્ષાઃ ૪પ ડીગ્રી તાપમાનઃ લોકો ત્રાહીમામ
રંગીલા રાજકોટમાં બપોરે રણ જેવી આકરી ગરમીઃ ચામડી દઝાડતો સુર્યદેવનો તાપઃ રાજમાર્ગો સુમસામ

રાજકોટ તા.૯ : રંગીલા રાજકોટમાં આજે લોકોએ રણ જેવી ગરમીનો અનુભવ કર્યો છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે બપોરે શહેરનું તાપમાન ૪પ ડીગ્રી પહોંચી ગયુ હતુ. ચામડી દઝાડતી ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આકરા તાપના કારણે બપોરના સમયે આ લખાય છે ત્યારે રાજમાર્ગો સુમસામ ભાસી રહયા છે. ગરમીના આકરા પ્રકોપના કારણે લોકો મોટાભાગે સાંજના ભાગે બહાર નીકળવાનું પસંદ કરતા જોવા મળે છે. સુર્યદેવના પ્રકોપના કારણે શહેરની મોટાભાગની બજારો પણ સુમસામ જોવા મળી રહી છે. વેપારીઓ ગ્રાહકોની રાહમાં છે. આકરો તાપ વરસતા ઠંડા પીણાનું બજાર ગરમ થયુ છે.
(4:06 PM IST)










