તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
યાજ્ઞિક રોડ ૩-૪ દિવસમાં બંધ થશેઃ ૪ મહિના કામ ચાલશે
સર્વેશ્વર ચોકના વોકળાના કામ માટે નાગરીક બેંક પાસે કામ શરૂ થશેઃ બંને સાઇડ ૫૦-૫૦ મીટર વાહનોની અવર જવર નહી થઇ શકેઃ પોલીસ કમિશ્નરનું જાહેરનામુ

રાજકોટઃ તા.૯: શહેરના સવેશ્વર ચોકના વોકળા ઉપરનો સ્લેબ ઘસી જવાના દોઢ વર્ષ બાદ કામ પૂર્ણ કરવા મનપા દ્વારા ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આવતા ૩-૪ દિવસ બાદ બોકસ કલર્વટ કામના અનુસંધાને સરદારનગર થી ૨૦-જાગનાથ સુધીનો રોડ બંધ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અંગે બોકસ કલવર્ટ આસપાસ બેરીકેડીંગ કરવા સહિતની કામગીરી બાકી હોય સપ્તાહના અંતમાં કે આવતા અઠવાડીયાની શરૂઆતથી ૪ મહિના માટે યાજ્ઞીક રોડ બંધ કરવામાં આવનાર હોવાનું મનપાના સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળેલ છે.
પોલીસ કમિશ્નરે પ્રસિધ્ધ કરેલ જાહેરનામામાં જણાવ્યું હતું કે, શહેર વોડ નં.૭માં આવેલા સર્વેશ્વર ચોકથી ડો.યાજ્ઞિક રોડને જોડાતા હૈયાત વોકળો ડાયવર્ઝન કરી નવું બોકસ કલ્વર્ટ બનાવવાના કામ સર્વેશ્વર ચોકમાં પૂર્ણતાની નજીક હોય, હવે ટુંક સમયમાં રાજકોટ નાગરિક બેંક પાસે ડો.યાજ્ઞિક રોડ પર કામ શરૂ કરવાનું થાય છે. જે અંગે ડો.યાજ્ઞિક રોડ પર સરદારનગર મેઇનરોડથી ન્યુ જાગનાથ શેરી નં.-૨૦ સુધીનો રોડ પર વાહનોની અવર જવર માસ-૪ સુધી બંધ કરવાની જરૂરીયાત હોય, જેથી સદરહું વાહનોની ડો.યાજ્ઞિક રોડ પર માલવીયા ચોકથી રેસકોર્સ તરફ અવર-જવર માટે સર્વેશ્વર ચોક ખાતે આવેલ બંને સાઇડના રસ્તા પર ૫૦-૫૦ મીટર રોડ બંધ કરવામાં આવશે. એના સિવાય યાજ્ઞિકરોડ ઉપર વાહનોની અવર-જવર ચાલુ રહેશે.
સર્વેશ્વર ચોકની આસપાસની દુકાન/ઓફીસ વગેરેનું પાર્કીંગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે.અને વ્યપારી તેમજ ગ્રાહકો માટે અવર-જવર માટે રસ્તો ચાલુ રહેશે. અને ત્યા ગાડીઓ પાર્કીંગ કરી શકાશે.
રેસકોર્ષથી માલવીયા ચોક તરફ આવતા મોટર વ્હીકલ જેવા કે, એસ.ટી. બસ તથા પ્રાઇવેટ લકઝરી તથા લાઇટ મોટર વ્હીકલ જેવા કે, કાર એમ્બ્યુલન્સ વિગેરે વાહનોની અવર જવર બહુમાળી ભવનથી જિલ્લા બેન્ક ભવન ચોક થી જ્યુબેલી ગાર્ડન ચોક થઇ જવાહરરોડ પરથી ત્રિકોણબાગ સર્કલ તરફ માલવીયા ચોક જઇ શકશે.
રેસકોર્ષથી માલવીયા ચોક તરફ આવતા ટુ-વ્હીલર્સ તથા થ્રી-વ્હીલરની અવર જવર જિલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક થઇ મોટી ટાકી ચોક લીબડા ચોકથી પસાર થઇને ડો.રાજેન્દ્રપ્રસાદ રોડ (શાષાી મેદાન અને રાજકુમાર કોલેજ વચ્ચેનો રસ્તો) પરથી પસાર થઇને માલવીયા ચોક તરફ જઇ શકશે.
ડો.યાજ્ઞિક રોડથી રેસકોર્સ તરફ આવતા બધા જ પ્રકારના વાહનોની અવર જવર ડો.દસ્તૂર માર્ગ પરથી એસ્ટ્રોન ચોક થઇને મહિલા કોલેજ ચોક તરફથી કિશાનપરા ચોક થઇને જિલ્લા પંચાયત ચોક તરફ જઇ શકશે. (નોંધ ડો.દસ્તુર માર્ગ હાલ વન-વે હોય ઉપરોકત વિષયમાં દર્શાવેલ કામપુર્ણ ન થાય ત્યા સુધી ટુ-વે કરવામાં આવે છે.)
ડો. યાજ્ઞિક રોડ થી રેસકોર્સ તરફ આવતા બધા જ પ્રકારના વાહનોની અવર જવર શ્રી રામકળષ્ણ આશ્રમથી ડો.યાજ્ઞિક રોડ ઉપર હાઇસ્ટ્રીટ બિઝનેસ થી ડાબી તરફ શ્રી સ્વામિવિવેકાનંદ માર્ગ પર રામકળષ્ણનગર શેરી નં-૧૦ પરથી પસાર થઇ વિરાણી હાઇસ્કુલ પાસેથી જમણી તરફ ટાગોર રોડ પર થઇને એસ્ટ્રોનચોક-મહિલા કોલેજ-કિશાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી જઇ શકાશે.
(4:08 PM IST)










