<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

માલિયાસણ બાયપાસ સોખડા ચોકડી નજીક કાર અને બોલેરો વચ્‍ચે અકસ્‍માતઃ દંપતિ સહિત ત્રણને ઇજા

રાજકોટઃ કુવાડવા નજીક માલિયાસણ પાસે સોખડા ચોકડી નજીક બોલેરો અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા બોલેરોના ચાલક અને કારમાં બેઠેલા સાયલાના દંપતિને ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયા હતાં. જાણવા મળ્‍યા મુજબ સોખડા ચોકડી નજીક કાર અને બોલેરો ધડાકાભેર અથડાતાં બને વાહનમાં નુકસાની થઇ હતી. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. આ અકસ્‍માતમાં બોલેરોના ચાલક હાલ સણોસરા રહેતાં મુળ દાહોદના મેહુલ સોમાભાઇ શીંગાળા  (ઉ.વ.૨૩) તથા કારમાં બેઠેલા સાયલાના ખોડીદાસભાઇ ભીમાભાઇ શીંગાળા (ઉ.વ.૫૦) તથા ફાલ્‍ગુનીબેન ખોડીદાસભાઇ શીંગાળા (ઉ.વ.૪૮)ને ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. મેહુલ અમદાવાદથી બોલેરો હંકારીને આવી રહ્યો હતો ત્‍યારે આ અકસ્‍માત થયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભગીરથસિંહ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

(4:20 PM IST)