<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

રાજકોટ માર્કેટ યાર્ડમાં મેથીની ર.૧૦ લાખ મણની જંગી આવક

ધાણાની ૮૪ હજાર મણની આવક : વિવિધ જણસી ભરેલા ૧ર૦૦ થી વધુ વાહનોની કતારો લાગી

રાજકોટઃ  રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મેથીની ર.૧૦ લાખ મણની જંગી આવક થઇ હતી. વિવિધ જણસી ભરેલા ૧ર૦૦ થી વધુ વાહનોની માર્કેટ યાર્ડ પાસે કતારો લાગતા યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા તથા સ્‍ટાફ દ્વારા કોઇ અવ્‍યવસ્‍થા ન સર્જાય તે માટે ઉતરાઇની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. રાજકોટ યાર્ડમાં મેથી ઉપરાંત  ધાણાની ૮૪ હજાર મણ, તુવેર પરપ૦ મણ, કપાસ ૯પ૦૦ મણ, એરંડા ૭૦૦૦ મણ, કલોજી ૪પ૦૦ મણ, સુકા મરચા ૪૦૦૦ મણ, વટાણા ૮૦૦૦ મણ, રાજમા ૪૧રપ મણ તથા વરીયાળીની ૬૦૦૦ મણની આવક થઇ હતી.

(4:07 PM IST)