<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

કેન્‍દ્રના માપદંડ મુજબ વિકાસમાં રાજયની ૩૪૬ ગ્રામપંચાયતો મોખરે

પંચાયત એડવાન્‍સમેન્‍ટ ઇન્‍ડેક્ષમાં ગુજરાતનો વટ ભુપેન્‍દ્રભાઇની સરકારને અભિનંદનથી ભીંજવતા ભૂપત બોદર

રાજકોટ તા.૧૦: ભારત સરકાર ની પંચાયતીરાજ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રથમ પંચાયત એડવાન્‍સમેન્‍ટ ઇન્‍ડેક્‍સ (PAI) ૨૦૨૨-૨૩ માં ગુજરાત ફરી એકવાર ટોચ ના રાજ્‍ય તરીકે ઊભરી આવ્‍યુ છે ત્‍યારે રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ સહિત રાજ્‍ય સરકારને અભિનંદન પાઠવતા રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપત બોદરએ જણાવેલ કે દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદી એ હરહમેશ દેશ ના ગ્રામ્‍ય વિસ્‍તારોના વિકાસ પર ભાર મૂકયો છે. દેશના તમામ ગામડાઑ સ્‍વચ્‍છ અને સુવિધાસભર બને અને છેવાડાના માનવી સુધી વિવિધ લોકકલ્‍યાણકારી યોજનાઓ ના લાભ પહોંચે તે દિશામાં સતત પ્રયત્‍નશીલ રહ્યા છે. ગુજરાતમાં મુખ્‍યમંત્રી તરીકે નરેન્‍દ્રભાઇ મોદી કંડારેલ ગ્રામવિકાસ ની કેડીને રાજ્‍ય ના મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ સફળતાપૂર્વક આગળ વધારી રહ્યા છે. ત્‍યારે આજે ભુપેન્‍દ્રભાઇ પટેલના નેતળત્‍વ હેઠળ ગુજરાતે ફરી એકવાર ગ્રામીણ સ્‍તરે વિકાસ અને ટકાઉ શાસન પ્રત્‍યેની પોતાની પ્રતિબધ્‍ધતા સાબિત કરી છે.

ભારત સરકાર ની પંચાયતી રાજ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રથમ પંચાયત એડવાન્‍સમેન્‍ટ ઇન્‍ડેક્‍સ (PAI) ૨૦૨૨-૨૩ માં ગુજરાત ફરી એકવાર ટોચ ના રાજ્‍ય તરીકે ઊભરી આવ્‍યું છે. મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આ ઇન્‍ડેક્‍સ હેઠળ, દેશ ના ૨૯ રાજ્‍યોની ૨.૧૬ લાખ ગ્રામ પંચાયતોનું મૂલ્‍યાંકન કરવામાં આવ્‍યું, જેમાં ગુજરાતની ૩૪૬ ગ્રામ પંચાયતોને ફ્રન્‍ટ રનર કેટેગરીમાં સ્‍થાન આપવામાં આવ્‍યું છે જે દેશમાં સૌથી વધુ છે. આ સિદ્ધિ સાથે ગુજરાતે દેશના અન્‍ય રાજ્‍યો માટે ફરી એકવાર રાષ્‍ટ્રીય માપદંડ સ્‍થાપિત કર્યો છે અને મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલના દૂરંદેશી નેતળત્‍વ હેઠળ ગ્રામીણ પરિવર્તન પ્રત્‍યેની રાજ્‍યની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કર્યો છે.

ભૂપત બોદરે જણાવેલ છે  કે મૂલ્‍યાંકન કરવામાં આવેલ કુલ ૨.૧૬ લાખ ગ્રામપંચાયતોમાં, ૬૯૯ ગ્રામપંચાયતોને ‘ફ્રન્‍ટ રનરઁ તરીકે સ્‍થાન આપવામાં આવ્‍યું, આ રેટિંગમાં ગરીબીમુક્‍ત અને આજીવિકામાં વધારો કરનારી પંચાયત, સ્‍વસ્‍થ અને તંદુરસ્‍ત પંચાયત, બાળકોને અનુકૂળ પંચાયત, પર્યાપ્ત પાણી પુરવઠો ધરાવતી પંચાયત, સ્‍વચ્‍છ અને હરિત પંચાયત, સ્‍વ-નિર્ભર માળખાગત સુવિધાઓ ધરાવતી પંચાયત, સામાજિક ન્‍યાય અને સામાજિક સુરક્ષા સાથેની પંચાયત, સુશાસન ધરાવતી પંચાયત, મહિલાઓને અનુકૂળ પંચાયત, જેવી બાબતોને ધ્‍યાનમાં લેવામાં આવેલ છે. ત્‍યારે પંચાયત એડવાન્‍સમેન્‍ટ ઇન્‍ડેક્‍સ પાયાના સ્‍તરે વિકાસલક્ષી અંતરોની ઓળખ કરવા અને દરેક પંચાયત પુરાવા-આધારિત, લક્ષિત નીતિગત હસ્‍તક્ષેપો દ્વારા ટકાઉ વિકાસ લક્ષ્યાંકો -ાપ્ત કરવાની દિશામાં આગળ વધે તે સુનિヘતિ કરવા માટે એક મહત્‍વપૂર્ણ સાધન બનશે.

(2:32 PM IST)