News of Thursday, 10th April 2025
વન નેશન, વન ઈલેકશનઃ પ્રસ્તાવને સમર્થન આપતો શિક્ષણ સમિતિનો ઠરાવ

રાજકોટ, તા.૧૦: વન નેશન વન ઇલેક્શનની નીતિ માટે પાલૉમન્ટમાં થયેલ દરખારને આવકાર્ય હોવા અંગેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુસ્તરા, વાઈસ ચેરમેન ડો. પ્રવિણ નિમાવત અને તમામ સદસ્યઓ એ ઠરાવને મંજુરીની મ્હોર લગાવી હતી.
ભારત દેશમાં વન નેશન વન ઇલેકશનની નીતિની અમલ કરવા ભારતીય પાર્લામેન્ટમાં દરખાસ્ત કરવામાં આવેલ છે. ભારતીય ચૂંટણી પ્રણાલિકા અને તેની પદ્ધતીથી જયારે ભારતના નાગરિક સભાન છે ત્યારે આપણા દેશમાં વારંવાર આવતી ચૂંટણીમાં રિસોર્શીશનો થતો દુરપયોગ, ચૂંટણીમાં વ્યથિત થતો સમય, આચારસંહિતાને કારણે વિકાસની કામગીરીમાં આવતી રૂકાવટ જેવા નકારાત્મક પરિબળોને કાબુમાં લઈ રાષ્ટ્રીય સંસાધનનો સદ્દઉપયોગ રાષ્ટ્રના હિતમાં ‘વન નેશન વન ઇલેશન'ની નીતિ માટે થયેલ દરખાસ્તને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ આવકારે છે અને તે માટે સમિતિના તમામ સભ્યશ્રીઓએ મીટીંગમાં આ ઠરાવ કરીને તેને બહાલી આપેલ છે.
આ તકે ચેરમેન વિક્રમ પુજારા, વા.ચેરમેનશ્રી ડો.પ્રવીણકુમાર નિમાવત, શિક્ષણ સમિતિના સદસ્ય સંગીતાબેન છાયા, અજપાભાઈ પરમાર, જાગળતીબેન ભાણવડીયા, મનસુખભાઈ વેકરીયા, રસીકભાઈ બટક્રિયા, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઈ સાંબડ, વિનેશભાઈ રાવલ, જયદિપભાઈ જ, ઈશ્વરભાઈ જીતિયા, જગદીશભાઈ ભોજાણી, સુરેશભાઈ રાધવાણી, રાજેશભાઈ માંડલીયા ખાસ ઉપસ્થિત રહયા હતા. (
(2:40 PM IST)










