News of Thursday, 10th April 2025
શક્તિ સોસાયટીમાં ૪ાા માસના જયનું તાવ આવ્યા બાદ મોત
ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં બે દિવસની સારવારને અંતે મૃત્યુ થતાં ગોહેલ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૦: સામા કાંઠે સંત કબીર રોડ પર રહેતાં પરિવારના સાડાચાર મહિનાના દિકરાનું તાવ આવ્યા બાદ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ સંત કબીર રોડ પર શક્તિ સોસાયટી-૮માં સરદાર સ્કૂલ પાસે રહેતાં અશ્વિનભાઇ ગોહલનો પુત્ર જય (ઉ. ૪ાા મહિના)ને તાવ આવતો હોઇ બેભાન જેવો થઇ જતાં ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવેલ. તેનું આજે સારવાર દરમિયાન મૃત્યુ થતાં હોસ્પિટલ મારફત બી-ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં જરૂરી કાર્યવાહી થઇ હતી. મૃત્યુ પામનાર જય બે ભાઇમાં નાનો હતો. પિતા વિમા એજન્ટ તરીકે કામ કરે છે. (૧૪.૯)
(2:45 PM IST)










