<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

૧.૮૦ કરોડની જમીન ખરીદનારા રાજકોટ ભાયાસરના રેતી-કપચીના ધંધાર્થી નાગદાન હુંબલને ખૂનની ધમકી

ભરત કુગશીયાની જમીન ખરીદતા નહિ, મારે એની પાસે રૂપિયા લેવાના છે, જો જમીનમાં પગ મુકશો તો મારી નાંખીશ કોઠારીયાના ઘનશ્‍યામ જળુએ ફોન કરી વારંવાર જમીનનો સોદો કેન્‍સલ કરવા કહી ધમકાવતાં આજીડેમ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૦: સરધાર નજીકના ભાયાસરમાં રહેતાં રેતી-કપચીના ધંધાર્થીએ રાજકોટ તાલુકાના રામપરા-ચિત્રાનમાં ખેતીની ૩ એકર જમીન ૧ કરોડ ૮૦ લાખમાં જમીન માલિક પાસેથી ખરીદતાં તેને કોઠારીયાના શખ્‍સે ફોન કરી આ જમીન તમમારે લેવાની નથી, મારે જમીન માલિક પાસેથી રૂપિયા લેવાના છે, સોદો કેન્‍સલ કરી નાખજો અને જમીનમાં પગ મુકશો તો મારી નાંખીશ કહી ગાળો દઇ ધમકાવતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં આજીડેમ પોલીસે રાજકોટના ભાયાસર ગામે રહેતાં અને કમિશનથી રેતી-કપચીનો ધંધો કરતાં નાગદાનભાઇ નારણભાઇ હુંબલ (ઉ.વ.૨૮) નામના યુવાનની ફયિરાદ પરથી કોઠારીયા સ્‍વાતિ પાર્કના પાણીના ટાંકા પાસે રહેતાં ઘનશ્‍યામ પ્રભાતભાઇ જળુ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

નાગદાનભાઇએ જણાવ્‍યું હતું કે અઢી મહિના પહેલા અમારી જ્ઞાતિના રામપર બેટીના ભરતભાઇ વાઘજીભાઇ કુગશીયાની ખેતીની જમીન જે રામપરા (ચિત્રા) ગામના રેવન્‍યુ સર્વે નં. ૩૬ પૈકી ૨ની કરારવા નામથી ઓળખાય છે અને જુની શરતની છે તે હે.આશરે ચો.મી.૧-૨૧-૪૦ ચો.મી. બરાબર એક ૩-૦૦ જે ખેતીની જમીન છે તેનો સોદો કર્યો હતો. નક્કી થયા મુજબ જમીનનો રજીસ્‍ટર સાટાખત તા. ૧/૨/૨૫ના રોજ કરાયો હતો. જેમાં ખરીદનારા તરીકે મારા પિતા નારણભાઇ રાવતભાઇ હુંબલ તથા વેંચનાર તરીકે ભરતભાઇ વાઘજીભાઇ કુગશીયા છે.

અમે જમીન રૂા. ૧,૮૩,૦૦,૦૦૦માં ખરીદી હોઇ જે પૈકી ૨૦ લાખ રૂપિયા ટોકન પેટે આપ્‍યા હતાં. બાકીના રૂપિયા સાત મહિનામાં ચુકવી જમીનનો દસ્‍તાવેજ કરી આપવાનું નક્કી થયું હતું. અમે આ જમીન ખરીદ કર્યા બાદ અમારા સંબંધી ઘનશ્‍યામ જળુ જે કોઠારીયા સ્‍વાતિ પાર્ક પાસે રહે છે તેણે મને ફોન કરી કહેલું કે ભરતભાઇ કુગશીયા પાસેથી મારે રૂપિયા લેવાના છે, તમે તેની જમીન ખરીદ કરતાં નહિ, જમીનમાં પગ પણ મુકતા નહિ. જેથી મેં કહેલુ કે અમે તો જમીન ખરીદી લીધી છે, તમારે ભરતભાઇ સાથે જે વાંધો હોય તે તેની સાથે વાત કરો. ત્‍યારપછી પણ ઘનશ્‍યામ જળુએ અવાર-નવાર મને ફોન કરી જમીનનો સોદો કેન્‍સલ કરવાનું કહ્યું હતું.

દરમિયાન ૨૬/૩/૨૫ના રોજ રાતે પોણા દસેક વાગ્‍યે ઘનશ્‍યામ જળુએ ફરીથી મને ફોન કરી જમીનનો સોદો કેન્‍સલ કરવાનું કહી જેમ ફાવે તેમ ગાળો દઇ જમીનમાં પગ મુકીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતાં મેં કોલ રેકોર્ડ કર્યો હતો અને અરજી કરી હતી. સતત ધમકી ચાલુ હોઇ અંતે ફરિયાદ દાખલ કરાવવી પડી છે. તેમ વધુમાં ભરતભાઇએ કહેતાં પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં એએસઆઇ એચ. આર. ચાનીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:47 PM IST)