News of Thursday, 10th April 2025
રાજકોટ બન્યુ મહાવીરમયઃ ધર્મ યાત્રામાં જૈન-જૈનતરો જાડાયા
સમગ્ર જૈન સમાજ આયોજીત અને જૈનમ સંકલિત પ્રભુ મહાવીર જન્મકલ્યાણક પ્રસંગની ધર્મભિની ઉજવણી

રાજમાર્ગો પર ત્રિશલાનંદન વિર કી, જય બોલો મહાવીર કી ના નાદ ગુંજયા : સમગ્ર જૈન દ્વારા આયોજીત અને જૈનમ દ્વારા સંકલીત પ્રભુ મહાવીર ના જન્મકલ્યાણક નિમિતે આજે શહેરના રાજમાર્ગો ઉપર વિશાળ ધર્મયાત્રા નિકળી હતી સવારે ૭:૩૦ કલાકે મણીયાર દેરાસર ખાતે પૂ. ધીરજમુની મ.સા.એ માંગલીક ફરમાવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, જીતુભાઇ બેનાણી, જીતુભાઇ ચા વાળા , ચંદ્રકાંતભાઇ શેઠ, પંકજભાઇ કોઠારી, હરેશભાઇ વોરા સહિતના વિવિધ સંઘોના આગેવાનો દ્વારા ધર્મયાત્રાને પ્રસ્થાન કરાવાયુ હતું. ઉપરોકત તસવીરમાં પ્રભુજીના રથને પૂજાના કપડામાં ખેંચવાનો લાભ લેતા શ્રાવકો, વિન્ટેજ કારમાં સવારી કરતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે દર્શાય છે. ધર્મયાત્રાના સમગ્ર રૂટ ઉપર નયનરમ્ય રંગોળી રચવામાં આવી હતી. સમગ્ર રૂટ ઉપર અઢાર આલમ દ્વારા ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. નવકાર મહામંત્રના નવ પદ મુજબ નવ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. ધર્મયાત્રામાં વિવિધ ફલોટે આકર્ષણ જમાવ્યું હતું. શ્રાવક-શ્રાવિકો દ્વારા ધર્મસભામાં પૂ. ગુરૂ ભગવંતો વ્યાખ્યાનવાણીનો લાભ લીધો હતો. (તસવીર- સંદીપ બગથરીયા)
રાજકોટઃ જૈનમ દ્વારા માત્ર જૈનો જ નહીં પણ સમાજનાં તમામ વર્ગોને સાથે રાખીને ભવ્યાભિ ભવ્ય રીતે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવે છે, જે પરંપરાને સતત ૧૦માં વર્ષે પણ જાળવી રાખતા સમસ્ત જૈન સમાજ દ્વારા આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવાનું અદકેરું આયોજન હાથ ધરાયેલ છે. સમાજની અઢારેય આલમ અને સમસ્ત જૈન-જૈનેતર સમાજ જેમાં જોડાઈ શકે તેવા અનેકવિધ કાર્યક્રમોની હારમાળા સર્જીને આ વર્ષે જન્મકલ્યાણકની અતિ ભવ્ય ઉજવણી કરાઇ હતી.
આ પ્રસંગે ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધા તથા ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધા ગઇકાલે તા.૯ બુધવાર સાંજે ૫ કલાકે ફેડરેલ બેન્ક, રાજેશ્રી સીનેમા સામે, ભુપેન્દ્ર રોડ ખાતે આ વિશીષ્ઠ આકર્ષક એવા પ્રભુજીનું પારણુ બાળકો માટે વેશભુષા સ્પર્ધા યોજાઇ હતી.
ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત રાજકોટની અઢારેય આલમ ધર્મયાત્રા દરમ્યાન ઠેર ઠેર ભગવાનનાં અક્ષતથી વધામણાં કરેલ.
રાજકોટનો જૈન સમાજ જેની રંગેચંગે ઉજવણી કરે છે તે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવમાં રાજકોટમાં તમામ સ્થાનકવાસી, મૂર્તિપૂજક સંઘો, સકલ સંઘો તેમજ સાથી સંસ્થાઓ, યુવા મંડળો, મહિલા મંડળો સહિતનાં તમામ એ તમામ જૈનો આ વર્ષે પણ આ મહોત્સવમાં ઉત્સાહભેર જોડાઈને વાતાવરણને મહાવીરમય બનાવ્યું હતું.
જૈન સમાજનાં સભ્યો તરીકે મહિલાઓએ પોતે અને પરિવારનાં બાળકો, યુવાનો એમ તમામ લોકોને અવશ્ય જોડવા જોઈએ તેવી નેમ સાથે આ વર્ષે આયોજીત અનેકવિધ કાર્યક્રમોમાં પરીવારનાં મહીલા સભ્યોની વિશેષ હાજરી જોવા મળી હતી.
જૈન ધર્મમાં નવકાર મંત્રનો અનેરો મહીમા રહેલો છે જે અંતર્ગત નવકાર મંત્રનાં નવ પદો અનુસાર સમગ્ર ધર્મયાત્રાનાં રૂટ ઉપર થોડા થોડા અંતરે નવ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. ભગવાન મહાવીર સ્વામી ચાંદીનાં રથમાં બિરાજમાન થઈ જન્મ કલ્યાણક નિમિતે આયોજીત ધર્મયાત્રામાં નગરચર્યા ઉપર વિહાર કરેલ. આ ચાંદીનાં થમાં બીરાજમાન પ્રભુની ચામર સેવા પુજાબેન યશભાઈ દોશી તથા હસ્તી જીતુભાઈ કોઠારી દ્વારા કરવામાં આવેલ હતી. આ રથને કોઈ અબોલ પ્રાણી દ્વારા ખેચવાનાં બદલે ભગવાનનાં નંદી બનવાનું સૌભાગ્ય પુજાની જોડ ધારણ કરેલા યુવાનોએ મેળવ્યું હતું. આ વિશાળ ધર્મયાત્રામાં ૨૭ થી વધુ સુશોભીત ફલોટ જોડાયા હતા.
પરમ પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રા, જૈન સંઘ, સાથી સંસ્થાનાં આગેવાનો, અનેક સામાજીક, રાજકીય, સેવાકીય સંસ્થાનાં અગ્રણીશ્રીઓ હજારોની સંખ્યામાં ઉપસ્થિત શ્રાવક-શ્રાવિકાઓની બહોળી હાજરી વચ્ચે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક નિમિતે અતિ ભવ્ય ધર્મયાત્રાનો પ્રારંભ સવારે ૭ કલાકે ચૌધરી હાઈસ્કુલ સામે આવેલ શ્રી મણીયાર દેરાસરજી ખાતેથી થયો હતો. ત્યાંથી પ્રારંભ થઈને આ ધર્મયાત્રા દર વર્ષે યોજાતા રૂટ ઉપર ફરીને વિરાણી પૌષધશાળા જૈન મોટા સંઘ ખાતે પૂર્ણ થયેલ. આ વિશાળ ધર્મયાત્રાનાં અધ્યક્ષ તરીકે હિતેશભાઈ દોશીનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે, આ વિશાળ ધર્મયાત્રામાં શાસન ધ્વજ રહેલ. ત્યારબાદ વિન્ટેજ કારમાં દાતાશ્રીઓ, સમાજ શ્રેષ્ઠીઓ જોડાયેલ, ૧૦૮ જેટલી સુશોભીત કાર ફલોટની વચ્ચે જોડાયેલ, ૨૫૧ જેટલા બાઈક અને સ્કુટરમાં યુવક-યુવતિઓ અને બેડાધારી બહેનો અને કળશધારી બહેનો બાંધણીમાં સજ્જ વષાો પહેરીને આ ધર્મયાત્રામાં જોડાયા હતા. અનેક મ્યુઝીકલ બેન્ડ, રાસ મંડળી ઉપરાંત અન્ય આકર્ષણો પણ આ ધર્મયાત્રામાં જોડાયા હતા, રસ્તામાં અઢારેય આલમ, વિવિધ જ્ઞાતી-સમાજ દ્વારા ઠેરઠેર ધર્મયાત્રાનું સ્વાગત કરેલ. ધર્મયાત્રા પૂર્ણ થયે મોટા સંઘ ખાતે ધર્મ સભાનું આયોજન થયેલ. ધર્મસભા પૂર્ણ થયે હરેશભાઈ વોરા અને રાજુભાઈ પારેખ દ્વારા ઉપસ્થિત તમામ શ્રાવકોને લાડવાની પ્રભાવના આપવામાં આવેલ.
ધર્મયાત્રા દરમ્યાન હજારો શ્રાવક-શ્રાવિકાઓ જોડાતા હોય છે હાલમાં તડકા અને ગરમીનાં વાતાવરણમાં શ્રાવકોને અશાતા ન થાય તે માટે વિવિધ સંસ્થાઓ, મંડળ, સંઘ અને દાતાશ્રીઓ દ્વારા સાતા ઉપજાવે તેવા પાલ કે જેમાં સરબત, ઠંડા પીણા, પાણી, છાસ વિગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જૈન મોટા સંઘ ખાતે આયોજીત ધર્મસભામાં અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો પોતાની પ્રેરકવાણીનો લાભ આપ્યો હતો. ધર્મસભાનાં અધ્યક્ષપદે જીતુભાઈ બેનાણી રહેલ. ધર્મસભામાં હજારોની સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા. આ સભામાં રંગોળી, ચિત્ર, વેશભુષા, ફલોટ સુશોભન, કાર સુશોભન, બાઈક સુશોભન જેવી સ્પર્ધાનાં વિજેતાઓને ઈનામો તથા બેડાધારી બહેનો, કળશધારી બાળાઓને પુરસ્કાર કુમારી ધારા જીતેન્દ્રભાઈ બેનાણી તરફથી આપવામાં આવેલ.
ભગવાનશ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણીનાં ભાગ રૂપે રાજકોટનાં સ્થાનકવાસી, દેરાવાસી, શ્રીમદ્ રાજચંદ્ર ટ્રસ્ટ તેમજ દિગંબર શ્રીસંઘો તથા જૈન સાથી સંસ્થાઓના તમામ સભ્યો સહીતનો સમગ્ર જૈન સમાજ એક ભાણે બેસીને સંપૂર્ણ જયણાપૂર્વકની વિધીથી બનાવેલ ગૌતમ પ્રસાદનો લાભ લીધો હતો.
(3:03 PM IST)










